Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

અમિર ભિખારણ : મૃત્યુ બાદ અધધધ સંપત્તિ : આંખો ચાર કરી દયે એવી રકમ

વોશિંગ્ટન તા. ૨૨ : કેટલાક લોકોનું માનવું છે કે, પૈસાથી દરેક વસ્તુ ખરીદી શકાય છે પરંતુ કેટલીક વખતે આ વાત ખોટી સાબિત થઈ ચૂકી છે. હાલમાં જ એક આવી જ બાબત લેબનાનો સામે આવ્યો છે, જયાં એક ભિક્ષુક ૯ કરોડ રૂપિયા પાસે હોવા છતાં ભૂખ અને અભાવમાં મરી ગઈ. ચોકી ગયાને કે એક ભિખારેણ અને તે પણ કરોડપતિ પરંતુ આ સાચી વાત છે. અભાવમાં મરનાર ભિખારન ફાતિમા (૫૨)ની બેંકમાં એક મિલિયન પાઉન્ડ (નવ કરોડ રૂપિયા)થી વધારે રાશી જમા હતી. જયારે તેને દાન આપનાર લોકોને આ વાતની ખબર પડી તો, તેમનું આશ્ચર્યનું ઠેકાણું ના રહ્યું. તે ઉપરાંત ફાતિમાના ઘરમાંથી મળી આવેલ બે બેગમાં ૨,૪૫૭ પાઉન્ડ (૨ લાખ ૨૪ હજાર ૧૭૫ રૂપિયા) કૈશ મળી આવ્યા હતા.

પોલીસે જણાવ્યું કે, લેબનાનની રાજધાની બેરૂતમાં ફાતિમા ઓથમનની મોત પછી જયારે તેમની તપાસ કરવામાં આવી ત્યારે આ ખુલસો થયો. પોલીસ પ્રવકતા જોસેફે જણાવ્યું કે, આટલી કેશ જોઈને તેઓ હેરાન હતા. તેમને કહ્યું કે, ફાતિમાની મોતમાં કંઈ જ શંકાસ્પદ વસ્તુ જોવા મળી નથી. તેમની મોત હાર્ટએટેકના કારણે થઈ હતી. જોકે, તેમના ઘરમાંથી મળેલ કેશ અને બેંકખાતામાં જમા રકમ જરૂર ચોકાવી દેનાર છે. મહિલાને ઓળખનાર સ્થાનિય લોકોમાંથી મોટાભાગના લોકો તેને રૂપિયા અને જમવાનું આપતા હતા. જયારે તે લોકોને પણ મહિલા પાસે રહેલી કેશ વિશે ખબર પડી તો તેઓ પણ ચોકી ગયા હતા.

એક દયાળુ લેબનાની સૈનિકે તેને જયારે હાથ-પગનો ઉપયોગ કરી ન શકતી હોવાનું જોયું તો તેને પાણી અને જમવાનું આપ્યું હતું. આની ફોટો ઓનલાઈન પોસ્ટ થયા બાદ ફાતિમા એક સેલિબ્રિટી બની ગઈ હતી. સૈનિકની આ કરૂણા અને માનવતા માટે તેના કમાન્ડરે તેના વખાણ પણ કર્યા હતા. ફાતિમાના મોત બાદ પોલીસે ઉત્ત્।રી લેબનાનના એન એલ-જહાબ શહેરમાં તેમના પરિવારની શોધખોળ કરી હતી. ફાતિમાના પરિવારે તેના શબની દફનવિધી કરી હતી. મહિલાના પરિવારને પણ આ વાતની જાણ નહતી કે તેઓ આટલા સમૃદ્ઘ હતા. સ્થાનીક લોકોએ કહ્યું કે, લેબનાની ગૃહ યુદ્ઘ દરમિયાન ફાતિમાએ પોતાના હાથ અને પગ ગુમાવી દીધા હતા.

(11:40 am IST)