Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા સામે કોંગીના જોરદાર દેખાવો

ભાવ વધારાના બેનરો સાથે રેલી યોજાઈઃ ભાવ વધારાને લઈને દબાણ : પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા લોકસભા ચૂંટણી પહેલા સરકારની સામે પડકાર

અમદાવાદ,તા. ૨૧: પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્ય છે ત્યારે કોંગ્રેસ અને અન્ય જુદા જુદા રાજકીય પક્ષો આ મુદ્દાને જોરશોરથી ચગાવવા માટેની તૈયારી કરી ચુક્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાના વિરોધમાં ઉગ્ર દેખાવ કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોએ ભાવ વધારાના વિરોધમાં વિશેષ રેલી યોજી હતી. જેમાં કોંગ્રેસના તમામ વરિષ્ઠ નેતાઓ પણ જોડાયા હતા. જેમાં પરેશ ધાનાણી અને અન્ય વરિષ્ઠ નેતાઓનો સમાવેશ થાય છે. કોંગ્રેસના લોકોએ પેટ્રોલ-ડિઝલના દામ મોંઘા કર્યા તેવા બેનર લઈને દેખાવો કર્યા હતા અને ભાજપ સરકાર ઉપર વળતા પ્રહારો કર્યા હતા. અત્રે નોંધનિય છે કે ક્રુડની વધતી જતી કિંમતો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવ રેકોર્ડ સપાટી પર પહોંચી રહ્યા છે. જેના પરિણામ સ્વરૂપે પહેલાથી જ મોંઘવારીનો સામનો કરી રહેલા લોકોની હાલત પણ કફોડી બની ગઈ છે. લોકો પણ પેટ્રોલ અને ડિઝલના ભાવ વધારાને લઈને વાંધો ઉઠાવી રહ્યા છે. કર્ણાટક ચૂંટણી વેળા ઘણા સમય સુધી ભાવ વધ્યા ન હતા અને પરિણામ જાહેર થયા બાદ પેટ્રોલ અને ડિઝળની કિંમતમાં ફરી એકવાર ભાવ વધારાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકો દ્વારા પણ દેખાવો કરવામાં આવી રહ્યા છે. એકબાજુ સરકારની દલીલ છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે નિર્ણય પેટ્રોલિય કંપની કરી રહી છે પરંતુ  કર્ણાટક ચુંટણી દરમિયાન ભાવ વધ્યા ન હતા. આવી સ્થિતિમાં સરકારની દલીલ પણ ખોટી સાબિત થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા હવે દેખાવો કરીને ભાજપ ઉપર દબાણ વધારવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. ભાજપ સરકાર માટે પણ લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવ વધુ મુશ્કેલી સર્જી શકે છે.

(12:00 am IST)