Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

રિલાયન્સ જીયોના મોબાઇલ ધારકો માટે ૧૦ જીબી સુધી ઍકસ્ટ્રા ડેટાનો પ્લાનઃ અનલિમિટેડ કોલિંગ-ઍસઍમઍસની ઓફર

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો પોતાના યૂઝર્સને બેસ્ટ બેનિફિટ વાળા પ્લાન્સનું લાંબી લિસ્ટ ઓફર કરી રહ્યું છે. આ પ્લાન્સમાં કંપની શાનદાર ડેલી ડેટાની સાથે 10જીબી સુધી એક્સ્ટ્રા ડેટા આપી રહી છે. પ્લાન્સની ખાસિયત છે કે તેમાં ફ્રી કોલિંગ, ફ્રી એસએમએસની સાથે ઘણા એડિશનલ બેનિફિટ પણ આપવામાં આવી રહ્યાં છે, જેમાં ડિઝ્ની+હોટસ્ટાર VIPનું સબ્સક્રિપ્શન પણ સામેલ છે.

રિલાયન્સ જીયોનો 401 રૂપિયાવાળો પ્લાન

28 દિવસની વેલિડિટી સાથે આવનાર આ પ્લાનમાં દરરોજ 3જીબી ડેટાની સાથે 6 જીબી એક્સ્ટ્રા ડેટા મળી રહ્યો છે. આ રીતે પ્લાનમાં કુલ 90જીબી ડેટા મળે છે. પ્લાનમાં કંપની અનલિમિટેડ વોઇસ કોલિંગની સાથે 100 ફ્રી એસએમએસ આપી રહી છે. પ્લાનમાં મળનાર અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો તેમાં ડિઝ્ની+ હોટસ્ટાર અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળી રહ્યું છે.

રિલાયન્સ જીયોનો 777 રૂપિયાવાળો પ્લાન

આ પ્લાનમાં કંપની દરરોજ 1.5 જીબી ડેટાની સાથે 5જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહી છે. 84 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં દેશભરમાં કોઈ નેટવર્ક માટે અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 ફ્રી એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. પ્લાનમાં કંપની જીયો એપ્સના ફ્રી એક્સેસની સાથે ડિઝ્ની+હોટસ્ટાર VIP નું ફ્રી સબ્સક્રિપ્શન આપી રહી છે.

રિલાયન્સ જીયોનો 2599 રૂપિયાવાળો પ્લાન

જીયોનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની દરરોજ 2જીબી ડેટાની સાથે 10 જીબી એક્સ્ટ્રા ડેટા ઓફર કરી રહી છે. આ રીતે પ્લાનમાં મળનાર ટોટલ ડેટા 740 જીબી થઈ ગાય છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 એસએમએસ આપવામાં આવી રહ્યાં છે. પ્લાનમાં મળનાર એડિશનલ બેનિફિટમાં ડિઝ્ની+હોટસ્ટાર અને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન સામેલ છે.

(4:31 pm IST)
  • આજે રાજકોટ કોર્પોરેશને સાંજે જે નવા કોરોના કેસની યાદી બહાર પાડી છે તેમા અને ગાંધીનગરથી છેલ્લા 24 કલાક ના નવા કોરોના કેસના અકડાઓમાં વિસંગતતા જણાતા અકિલા એ રાજકોટ મ્યુ. કમિશ્નર શ્રી ઉદિત અગ્રવાલ ને આ બાબતે પૂછતાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે રાજકોટ કોર્પોરેશને સાંજે જે આંકડાઓ દર્શાવ્યા છે તે છેલ્લા 24 કલાકના છે, નહિ કે બપોરથી સાંજના. એટલે રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 397 નવા કોરોના કેસ નોંધાયાનું શ્રી ઉદિત અગ્રવાલે અકિલા ને જણાવ્યું છે. access_time 9:23 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક આદેશ જાહેર કર્યો છે અને પોલીસતંત્રને કહ્યુ છે કે સ્કુટર ચાલકો અને મોટર ચાલકો પાસેથી માસ્ક પહેર્યુ ન હોય તે સિવાય બીજો કોઈપણ દંડ હાલના સંજોગોમાં વસૂલવો નહિં access_time 6:08 pm IST

  • આંદામાન ટાપુઓ ઉપર ભૂકંપ : આંદામાન ટાપુઓ ઉપર ૪ પોઈન્ટ ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે access_time 11:32 am IST