Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

ભાજપની દિલ્હી, પંજાબ, MP, UPની યાદી જાહેર

મનોજ તિવારી- હર્ષવર્ધનને ટિકિટ

નવીદિલ્હી, તા.૨૨: લાંબો સમયના ઈંતેજાર બાદ ભાજપે લોકસભા ચૂંટણી-૨૦૧૯ની દિલ્હી, પંજાબ, મધ્ય પ્રદેશ અને યુપીના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ડો. હર્ષવર્ધનને દિલ્હીના ચાંદનીચોક, મનોજ તિવારીને નોર્થ ઈસ્ટ દિલ્હી, પ્રવેશ વર્માને વેસ્ટ દિલ્હી અને રમેશ બિધુરીને દક્ષિણ દિલ્હીથી ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત ભાજપે અમૃતસરથી હરદીપ પુરી, ઉત્ત્।ર પ્રદેશના ઘોષીથી હરિનારાયણ રાજભર અને ઈન્દોરથી શંકર લાલવાણીને ટિકિટ આપી છે.

શંકર લાલવાણી ઈન્દોર વિકાસ પ્રાધીકરણના અધ્યક્ષ રહી ચૂકયા છે અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન તેમજ પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણની પસંદગી છે. દિલ્હીમાં સાત લોકસભા બેઠકો છે અને ગઈ વખતે આ સાતેય બેઠકો પર ભાજપના ઉમેદવારોએ વિજય મેળવ્યો હતો. લાંબા ઈંતેજાર બાદ ભાજપે પોતાના ઉમેદવારોના નામની જાહેરાતનો નિર્ણય કર્યો છે, પરંતુ હજુ કોંગ્રેસ તે નક્કી કરી નથી. ગૌતમ ગંભીરે ભાજપ જોઈન કર્યા બાદ તેના નામને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. હવે જોવાનું એ છે કે ગૌતમ ગંભીરનું નામ આ વખતે પ્લેઈંગ-૭માં આવે છે કે તેને બીજી જવાબદારીઓ આપવામાં આવે છે.

ભાજપે દિલ્હી માટે જે પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે તેમાં ચાર નામ દિલ્હીનાં છે. પાર્ટીના કેન્દ્રીય પ્રધાન હર્ષવર્ધન સહિત ચાર સાંસદને ફરી વખત ટિકિટ અપાઈ છે. સોમવાર સુધીમાં બાકીનાં ત્રણ નામ જાહેર કરી દેવાશે. ભાજપના ચાંદનીચોકથી હર્ષવર્ધનને અને ઉત્ત્।ર-પૂર્વ દિલ્હી બેઠક પરથી પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીને ફરી વખત ટિકિટ અપાઈ છે. ૬૪ વર્ષના હર્ષવર્ધને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ચાંદનીચોક બેઠક પર શ્નઆપલૃના આશુતોષને ૧,૩૬,૩૨૦ વોટથી હરાવ્યા હતા. ૧૯૯૩થી કૃષ્ણનગર વિધાનસભા બેઠક પર તેઓ પાંચ વાર વિજયી થયા હતા.

ભોજપુરી ગાયક અને અભિનેતા મનોજ તિવારીએ ગયા વર્ષે સામાન્ય ચૂંટણીઓમાં ઉત્ત્।ર-પૂર્વ દિલ્હી બેઠક જીતી હતી અને તેને 'આપ' ના આનંદકુમારને ૧,૪૪,૦૮૪ વોટથી હરાવ્યા હતા. આ સીટ પર પૂર્વાંચલી અને મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધુ છે. તિવારી ૨૦૦૯ની લોકસભા ચૂંટણીઓમાં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ઉત્ત્।ર પ્રદેશની ગોરખપુર સીટ પર યોગી આદિત્યનાથ વિરુદ્ઘ ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ મુખ્યપ્રધાન સાહેબસિંહ વર્માના પુત્ર પરમેશ્વર વર્માને પશ્યિમ દિલ્હી અને રમેશ બિધુરીને દક્ષિણ દિલ્હીથી ફરી વખત ટિકિટ આપી છે. ભાજપે હજુ ઉત્ત્।ર-પશ્યિમ દિલ્હી, નવી દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી નથી. ભાજપ એક વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે આ બેઠકો પર હાલના સાંસદોનાં નામ પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

(3:54 pm IST)