Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

મોદી બાયોપિક મામલે ચૂંટણી પંચે સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં સોંપ્યો રિપોર્ટ: 26મીએ વધુ સુનાવણી

રિપોર્ટ ફિલ્મ નિર્માતાને પણ આપવાનો નિર્દેશ કર્યો

નવી દિલ્હી :ચૂંટણીપંચે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીની બાયોપિકને લઇને રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રીમ કોર્ટમાં સોંપ્યો છે આ મામલે વધુ સુનાવણી સુપ્રીમમાં 26 એપ્રિલએ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ ફિલ્મ નિર્માતાને પણ આપવાનો નિર્દેશ કર્યો છે.

  અગાઉ 20 એપ્રિલે અરજીકર્તા દ્વારા દાખલ કરાયેલી ફિલ્મ પર રોક અંગેની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ અંગે ચૂંટણીપંચ પાસેથી વિગતવાર રિપોર્ટ માંગ્યો હતો. ચૂંટણીપંચે ક્યાં પરિબળોને ધ્યાનમાં રાખીને ફિલ્મ પર રોક લગાવી છે તે અંગે જણાવવા માટેનો નિર્દેશ અપાયો હતો. તેનાથી નિર્માતાઓને થનારા નુકસાનની ભરપાઇ કેવી રીતે કરવામાં આવશે તે અંગે પણ પૂછવામાં આવ્યું હતું.

  અરજી પર સુનાવણી દરમિયાન ચૂંટણીપંચના વકીલે દલીલ કરી હતી કે ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી સુધી ફિલ્મ પર રોક લગાવી છે. તેના પર ન્યાયલયે ચૂંટણીપંચ પાસે જવાબ માંગ્યો છે. અરજીકર્તાના વકીલે દલીલ કરતા કહ્યું હતું કે નિર્માતાઓના નુકસાનથી વધુ દેશનું લોકતંત્ર મહત્વનું છે. ચૂંટણીના સમયે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગાણા ગાતી ફિલ્મ રિલીઝ પર રોક લગાવી જ યોગ્ય પગલું છે.

(1:38 pm IST)