Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

વૈજ્ઞાનિકોએ કેન્સરનો નવો ઈલાજ શોધ્યો, જડથી મટશે કેન્સર?

વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે ડિકોય મોલિકયૂલ્સ વિકસિત કર્યા છે, જે કેન્સરની કોશીકાઓને નષ્ટ કરવાનું કાર્ય કરે છે

નવી દિલ્હી, તા.૨૨: કેન્સર એક જીવલેણ બિમારી છે. દુનિયાભરમાં આ ઘાતક બીમારી તેજીથી લોકોને પોતાનો શિકાર બનાવી રહી છે. અનહેલ્ધી લાઈફસ્ટાઈલથી અનહેલ્ધી ડાયટ સહિત કેન્સરના ઘણા કારણો હોઈ શકે છે. પરંતુ હવે તમે પોતે જ પોતાને કેન્સરથી સુરક્ષિત રાખી શકશો. હકીકતમાં વૈજ્ઞાનિકોએ કેન્સરનો એક નવો ઈલાજ શોધ્યો છે. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે તેમણે ડિકોય મોલિકયૂલ્સ વિકસિત કર્યા છે, જે કેન્સરની કોશીકાઓને નષ્ટ કરવાનું કાર્ય કરે છે.

આ સ્ટડી ઉંદર પર કરવામાં આવી છે. સ્ટડીમાં સામે આવ્યું છે કે આ ટેકિનકથી કેન્સર કોષીકાઓ શરીરના અન્ય ભાગોમાં ફેલાતી નથી. તો આ સાથે જ આનાથી ટ્યૂમરનો ગ્રોથ ધીમો થઈ જાય છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ પ્રકારની નવી શોધ બાદ તે એવી દવાઓ બનાવી શકશે જે ઘણા પ્રકારના કેન્સર પર કારગર સાબિત થશે.

હિબ્રુ યૂનિવર્સિટીના સંશોધકોનો દાવો છે કે કોઈપણ સ્ટડીમાં હજી સુધી કેન્સરના ઈલાજ માટે કેન્સરની કોષીકાઓમાં ઉપસ્થિત પ્રોટીનને ટાર્ગેટ નથી કરાયું. સંશોધકોએ જણાવ્યું કે તેમને RNA બાઈડિંગ પ્રોટીન કહે છે, કારણ કે આ RNA મોલિકયૂલ્સને બાંધીને રાખે છે. આ પ્રોટીન તમામ જીવિત જીવોમાં જીન અને ઘણા બાયોલોજિકલ ભૂમિકાઓ માટે જવાબદાર હોય છે.

સ્ટડી અનુસાર કેન્સર કોષિકાઓમાં ઉપસ્થિત પ્રોટીમન કે જે RNA થી બંધાય છે, કેન્સરના વિકાસમાં આ એક પ્રમુખ ભૂમિકા નિભાવે છે. હિબ્રૂ યૂનિવર્સિટીના ઈન્સ્ટીટ્યૂટ ફોર મેડિકલ રિસર્ચ-ઈઝરાયલ-કેનેડાના પ્રોફેસર Rotem Karni અને તેમની ટીમે આ સ્ટડી કર્યું છે.

Rotem Karni અને તેમની ટીમે એક પ્રકારના મોલિકયૂલ વિકસિત કર્યા છે, જે લ્ય્લ્જ્૧ નામના ય્ફખ્ મોલિકયૂલને શરીરના અન્ય ઓર્ગનની જગ્યાએ પોતાની સાથે ચોંટાડી લે છે. આનાથી કેન્સર શરીરમાં ફેલાતું રોકાઈ જાય છે.

વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં બ્રેન અને બ્રેસ્ટ કેન્સરની કોષિકાઓ પર આ ડિકોય મોલિકયૂલની તપાસ કરી છે. આ સીવાય સંશોધકોએ હેલ્ધી ઉંદરોના મગજમાં કેન્સરની કોષિકાઓ ઈન્જેકટ કરીને પણ ડિકોય મોલિકયૂલ્સની તપાસ કરી છે. આશરે ૩ સપ્તાહ બાદ સંશોધકોએ ઉંદરોના મગજમાં સ્થિત ટ્યૂમરની ફરીથી તપાસ કરી. પરિમમાં સામે આવ્યું કે જે ઉંદરોને ડિકોય મોલિકયૂલ આપવામાં આવ્યું, તેમના ટ્યૂમરનો ગ્રોથ અન્ય ઉંદરોના મુકાબલે ખૂબ ઓછો થઈ ગયો હતો.

(10:08 am IST)
  • ભારતીય વાયુસેનામાં નોકરી આપવાના બહાને 400 લોકો સાથે છેતરપિંડી : બે એન્જીનીયરોની ધરપકડ : નકલી વેબસાઈટ બનાવી લોકો સાથે ઠગાઈ કરતા હતા ; ઝડપાયેલા મહેન્દ્રસિંહ અને વિકાસ સ્વામીએ રાજસ્થાનના ચુરુ પાસેના રાજગઢથી બીસીએ કર્યું હતું access_time 1:10 am IST

  • ત્રીજા ચરણમાં ૧૧૬ બેઠકોઃ અડધાથી વધુ બેઠકો ઉપર ભાજપનો કબ્જોઃ આ વખતે રાહ સરળ નથી: કાલે ૧પ રાજયોની ૧૧૬ બેઠક પર મતદાનઃ આ ચરણમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પરઃ જીતેલી બેઠકો જાળવી રાખવા પડકારઃ ત્રીજા ચરણની અડધાથી વધુ બેઠકો ભાજપ પાસે છેઃ કાલે વાયનાડથી રાહુલ ગાંધીના ભાગ્યનો પણ ફેંસલો થશેઃ ર૦૧૪ માં ૧૧૬ બેઠકોમાંથી એનડીએને ૬૭ બેઠકો મળી હતીઃ આમાંથી ૬ર બેઠક પર ભાજપ,૪ શિવસેના અને એક એલજેપીએ જીતી હતીઃ યુપીએને ર૬ બેઠકો મળી હતી જેમાં કોંગ્રેસને ૧૬, રાજદ ર, એનસીપી ૪, મુસ્લિમ લીગ ર, અને ૧ કેરળ કોંગ્રેસને મળી હતી. access_time 3:58 pm IST

  • હવે જયાપ્રદા પર વિવાદમાં ફસાયા :કહ્યું આઝમખાને મારા વિરુદ્દ ટિપ્પણી કરી છે એ જોતા માયાવતીજી વિચારો, આઝામખાનની એક્સરે જેવી આંખો તમારા ઉપર પણ ક્યાં ક્યાં નજર નાખીને જોશે :જયાપ્રદાના નિવેદનથી ચૂંટણીપંચ ખફા :જયાપ્રદા વિરુદ્ધ ફરિયાદ access_time 12:35 pm IST