Gujarati News

Gujarati News

News of Monday, 22nd April 2019

અમેઠી બાદ વાયનાડમાં પણ રાહુલ ગાંધીની ઉમેદવારી પર ઉઠ્યા સવાલ

નામાંકનપત્રમાં અન્ય દેશના પાસપોર્ટનો ઉલ્લેખ નથી :ઉમેદવારીનું પુનમુલ્યાંક્ન કરવા એનડીએના ઉમેદવારે ચૂંટણી આયોગને લખ્યો પત્ર

નવી દિલ્હી ;કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઉમેદવારી માટે અમેઠી બાદ વાયનાડમાં પણ સવાલ ઉઠાવાયા છે એનડીએના ઉમેદવારે મુખ્ય ચૂંટણી અધિકારીને પત્ર પાઠવીને રાહુલ ગાંધીની ઉમેદવારીનું પુનમુલ્યાંક્ન કરવા કહ્યું છે

 એનડીએના ઉમેદવાર ટી,વેલપલ્લીએ પોતાના વકીલ મારફત રાહુલ ગાંધીના નામાંકન પર સવાલઉઠાવ્યો છે અને પુનમુલ્યાંકનની માંગ કરી છે વેલપલ્લીએ ચૂંટણી અધિકારીને પત્રમાં લખ્યું છે કે આ સ્પષ્ટ છે કે રાહુલ ગાંધી પાસે એબ પાસપોર્ટ છે તેઓએ તેનો ઉલ્લેખ નામાંકન અથવા એફિડેવિટમાં કર્યો નથી તેથી તેનું ઉમેદવારી પત્રં રદ કરવા રજૂઆતકરી છે

(12:00 am IST)