Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

" શિવાજી મહારાજ અમેરિકા પરિવાર "ના ઉપક્રમે 9 માર્ચના રોજ કેલિફોર્નિયામાં ઉજવાઈ ગયેલો "શિવ જયંતિ" ઉત્સવ : ઢોલ, નગારા, લેઝીમ ડાન્સ, ફ્લેગ માર્ચ તથા પાલખીમાં બિરાજમાન છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રામાં હેમંત કાલે, રૂષભ રૂપાણી, વસુંધરા પવાર સહીત સેંકડો હિંદુઓ શામેલ

કેલિફોર્નિયા : યુ.એસ.ના લોન્ગ બીચ કેલિફોર્નિયા મુકામે 9 માર્ચના રોજ  " શિવાજી મહારાજ અમેરિકા પરિવાર " ના ઉપક્રમે ભારે ઉમંગ પૂર્વક શિવ જયંતિ ઉત્સવ ઉજવાઈ ગયો.જેમાં  ઢોલ ,નગારા ,લેઝીમ ડાન્સ ,ફ્લેગ માર્ચ તથા પાલખીમાં બિરાજમાન  છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે નીકળેલી શોભાયાત્રામાં શ્રી હેમંત કાલે શ્રી રૂષભ રૂપાણી ,શ્રી અશોક મદન, સુશ્રી સોનાલી ભાવે,સુશ્રી  વસુંધરા પવાર,ડો.શિન લિયુ,શ્રી અવધેશ અગરવાલ, સુશ્રી પ્રીતિ પાટીલ,ડો.જોશ ફીએરો,શ્રી સંદીપ કટરે,સુશ્રી રસિકા સુનિલ,શ્રી વિજય પાટીલ,શ્રી નિતેશ પટેલ શ્રી આસુતોષ ખિસ્તી,તથા શ્રી વિજય જાદવ સહીત સેંકડો હિંદુઓ શામેલ થયા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય બાદ દેશભક્તિ સભર ગીતો તથા સૂત્રો સાથે  " જય ભવાની જય શિવાજી " ના નાદ સાથે સહુએ કાર્યક્રમના ઉમંગમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો થયા હતા. " યુનિટી એન્ડ લીડરશીપ વિધાઉટ બાઉન્ડરીઝ " થીમ સાથે કરાયેલી ઉજવણીમાં સેંકડો લોકો જોડાયા હતા.તથા અગ્રણી મહાનુભાવોના ઉદબોધનો થયા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:08 pm IST)
  • ભાજપે લોકસભા ચૂંટણીના આંધ્રપ્રદેશ, આસામ, મહારાષ્ટ્ર અને ઓડીસાના 36 ઉમેદવારોની સુચી જાહેર કરી : ગિરીશ બાપટ પુણેથી અને સંબીત પાત્રા પુરીથી ચૂંટણી લડશે. access_time 1:36 am IST

  • પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર : ભારત સરકારે દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ કમીશન ખાતે યોજાનાર પાકિસ્તાન ડે ઈવેન્ટનો બહિષ્કાર જાહેર કર્યો છેઃ આ બેઠકમાં પાકિસ્તાને કાશ્મીરી અલગાવવાદીઓને નિમંત્રણ આપ્યું છેઃ આ સંમેલનમાં સામાન્ય રીતે ભારત દ્વારા પ્રધાન લેવલની હસ્તી ભાગ લેતી હોય છે, તે હવે નહિ જાય access_time 3:58 pm IST

  • શેરબજારમાં નરમાશ : સેન્સેકસ ૨૨૦ પોઇન્ટ ઘટીને ૩૮૧૬૬ અને નીફટી ૬૨ પોઇન્ટ ઘટીને ૧૧૪૫૮: ડોલર સામે રૂપિયો ૬૮.૯૯ ઉપર છે access_time 3:43 pm IST