Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

લોકસભાની ચૂંટણી માટે ભાજપે જાહેર કરી 182 ઉમેદવારોની સુચી : PM મોદી વારાણસીથી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે : સ્મૃતિ ઈરાની અમેઠીથી - રાજનાથસિંહ લખનૌથી અને નીતિન ગડકરી નાગપૂરથી લડશે ચૂંટણી

નવી દિલ્હી :લોકસભા ચૂંટણી માટે ભાજપના  ઉમેદવારોનું પ્રથમ યાદી જાહેર થઇ છે આ પ્રથમ યાદીમાં 182 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.  કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા બીજેપીના મુખ્યાલય પરથી 182 ઉમેદવારોના નામની જાહેરાત કરી રહ્યા છે.

જેપી નડ્ડાએ જણાવ્યું કે, વારાણસી બેઠકથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી, અમિત શાહ ગાંધીનગરથી, લખનઉથી રાજનાથ સિંહ, અમેઠીથી સ્મૃતિ ઈરાની, નાગપુરથી નીતિન ગડકરી, મથુરાથી હેમા માલિની, ગાજીપુરથી મનોજ સિન્હા, જનરલ વી. કે. સિંહ ગાજીયાબાદથી, નાથુભાઈ પટેલ દાદરાનગર હવેલીથી, ઉન્નાવથી સાક્ષી મહારાજ, મૈસુરથી પ્રતાપ સિન્હા, સીતાપુરથી રાજેશ વર્મા,   ચૂંટણી લડશે.

પહેલા લીસ્ટમાં આંધ્રપ્રદેશ, આસામ, અરૂણાચલ પ્રદેશ, ત્રિપુરા, ઉત્તરાખંડ, તામિલનાડુ અને કર્ણાટકની બધી જ સીટોના ઉમેદવારના નામ જાહેર કરી દેવામાં આવ

ભાજપની પ્રથમ યાદીમાં જાહેર થયેલ 182 ઉમેદવારોની યાદી આ મુજબ છે ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

(12:00 am IST)