Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

હવે ઉત્તર કોરિયામાં ૧૧મી એપ્રિલે સંસદનું સત્ર યોજાશે

૧૫મી માર્ચના દિવસે આ નિર્ણય લેવાયો હતો : સંસદ સત્રની બેઠક ઉત્તર કોરિયામાં વર્ષોમાં યોજાય છે

શિયોલ, તા. ૨૨ : ઉત્તર કોરિયાની સુપ્રીમ પીપલ્સ એસેમ્બલીની બેઠક ૧૧મી એપ્રિલના દિવસે યોજાનાર છે. દેશની સેન્ટ્રલ ન્યુઝ એજન્સી દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. ક્યારેક યોજાતી આ બેઠકને બોલાવવાનો નિર્ણય ૧૫મી માર્ચના દિવસે સંસદના અધ્યક્ષ દ્વારા લેવામાં આવ્યો હતો. આ વર્ષની આ પ્રથમ બેઠક છે. રિપોર્ટમાં આ સંદર્ભમાં વધુ માહિતી આપવામાં આવી નથી.

સામાન્યરીતે ઉત્તર કોરિયાની સંસદ બજેટને મંજુરી આપવા સાથે સંબંધિત મોટા નિર્ણય લેવા માટે બોલાવવામાં આવે છે. આ બેઠક વર્ષમાં એક અથવા બે વખત યોજાય છે. સંસદની છેલ્લી બેઠક ગયા વર્ષે એપ્રિલ મહિનામાં યોજાઈ હતી તે વખતે ઉત્તર કોરિયાના આંતરરાષ્ટ્રીય સંબંધોને સુધારવાના હેતુથી ડિપ્લોમેટિક કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. ઉત્તરકોરિયામાં હાલ કિમજોંગઉન પ્રમુખ છે અને મે મહિનામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે.

(7:32 pm IST)