Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

દિલ્હી બજેટ ર૦૧૮: સિસોદિયાએ રજુ કર્યું પ૩ હજાર કરોડનું બજેટ

શિક્ષા સંબંધી સુવિધાઓ, સ્વાસ્થ્ય પરિવહન પર જોર અપાયું

નવી દિલ્હી તા. રરઃ આજે દિલ્હી સરકારનું બજેટ વિધાનસભામાં રજુ કરવામાં આવ્યું. દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ બજેટ રજુ કર્યું છે. મનીષ સિસોદિયાનું ચોથું બજેટ છે. આ વર્ષે સરકાર પ૩ હજાર કરોડનું બજેટ લાવી છે.

સિસોદીયાએ જણાવ્યું કે સ્વાસ્થ્ય પર બજેટનો ૧૧-૩ ટકા ખર્ચ કરવામાં આવ્યો છે. આ વખતે સરકાર ગ્રીન બજેટ લાવી રહી છે. દિલ્હી સરકારનું બજેટ આ વર્ષે દોઢ ગણું વધું વધારવામાં આવ્યું છે. કુલ પ૩ હજાર કરોડમાંથી ૪ર હજાર કરોડ રાજસ્વમાંથી મળશે. સ્થાનિક નિગમોને ૬૦૦ હજાર કરોડ રૂપિયાથી વધુ નાણાંકીય મદદ અપાશે.

આ વખતેના બજેટમાં પાણી વિતરણ શિક્ષા સબંધી સુવિધાઓ, પરિવહન પર વધુ જોર અપાયું સાથે જ શિક્ષા અને સ્વાસ્થ્યને મહત્વ અપાયું.

(4:04 pm IST)