Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

રાજ્યસભા : કુલ પ૯ સીટ માટે મતદાનની તૈયારી પૂર્ણ

આવતીકાલે મતદાનને લઇને ઉત્સુકતા : સૌથી જોરદાર અને રોમાંચક ચૂંટણી ઉત્તર પ્રદેશમાં થનાર છે : યુપીથી ૧૦ ઉમેદવારો રાજય સભામાં પહોંચનાર છે

લખનૌ,તા. ૨૨: રાજકીય વર્તુળોમાં જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે રાજયસભાની ૫૯ સીટ માટે આવતીકાલે ૨૩મી માર્ચના દિવસે યોજાનાર મતદાનને લઇને તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી છે. ભાજપ અને અન્ય રાજકીય પક્ષોની પ્રતિષ્ઠા દાવ પર છે. આ ચૂંટણીને લઇને રાજકીય પારો ફરી ઉપર પહોંચી ગયો છે. રાજ્યસભાની યોજાઇ રહેલી ચૂંટણીમાં સૌથી રોમાંચક ટક્કર ઉત્તરપ્રદેશમાં જોવા મળનાર છે. ઉત્તરપ્રદેશમાંથી આ વખતે કુલ ૧૦ ઉમેદવારો રાજ્યસભામાં પહોંચનાર છે. આમાંતી આઠ સીટ પર ભાજપની અને એક સીટ પર સમાજવાદી પાર્ટીની જીત નક્કી છે. જો કે ઉત્તરપ્રદેશમાં ૧૦મી સીટને લઇને સૌથી વધારે સસ્પેન્સની સ્થિતી છે. હકીકતમાં આ સીટ પર ભાજપના ઉમેદવાર અનિલ અગ્રવાલ અને બહુજન સમાજવાદી પાર્ટીના ભીમરાવ આંબેંડકર વચ્ચે સીધી સ્પર્ધા છે. લોકસભા ચૂંટણીમાં બે બેઠકો ગુમાવી ચુકેલી ભાજપ માટે ખુબ સાવધાની રાખવાનો સમય છે. ભાજપ આ સીટને જીતવા માટે ઉત્સુક છે. બીજી બાજુ સમાજવાદી પાર્ટી-બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે તમામ તાકાત ભાજપને પરાજિત કરવા પર કેન્દ્રિત કરી દીધી છે. એક એક ધારાસભ્ય પર નજર રાખવામાં આવી રહી છે. સંખ્યાબળ મેળવી લેવા માટે સમાજવાદી પાર્ટી અને ભાજપ દ્વારા ડિનર અને જોડતોડની રાજનીતિ પહેલા જ રમાઇ ચુકી છે. ૧૦મી સીટ માટે ચૂંટણી જોરદાર છે. જો નરેશ અગ્રવાલ ભાજપમાં સામેલ થયા ન હોત તો સ્થિતી એટલી બગડી ન હોત. ઉત્તરપ્રદેશમાં રાજયસભા ચૂંટણી ગણતરી મુજબ એક ઉમેદવારની જીત માટે ૩૭ ધારાસભ્યોના ટેકાની જરૂર છે.

ભાજપની પાસે ૩૧૧ અને સાથીઓ અપના દળ પાસે નવ, સુભા સભા પાસે ૪ મળીને એનડીએ પાસે કુલ ૩૨૪ ધારાસભ્યો છે. જ્યારે સમાજવાદી પાર્ટીની પાસે ૪૭, બહુજન સમાજવાદી પાર્ટીની પાસે ૧૯, કોંગ્રેસની પાસે સાત, આરએલડી પાસે એક અને નિષાદની પાસે ત્રણ તેમજ અપક્ષ ત્રણ ધારાસભ્યો છે. અખિલેશની ડિનર પાર્ટીમાં રાજા ભૈયા પહોંચી જવાથી બસપાને આશા દેખાઇ રહી છે.

(3:47 pm IST)