Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીને અપાયેલ લઘુમતી દરજ્જાનો કેન્દ્ર દ્વારા હાઈકોર્ટમાં વિરોધ

આ સંસ્થા યુનિવર્સિટી સંસદ એકટ હેઠળ સામેલ હોય લઘુમતી સંસ્થાનો દરજ્જો આપી ન શકાયઃ યુનિ. બોર્ડની ચૂંટણી થાય છે : જરૂરી નથી કે ઈસ્લામને માનનારાઓને જ સમાવાય : સરકારનું સોગંદનામુઃ જામિયાની સ્થાપના મુસ્લિમો દ્વારા, મુસ્લિમોના ફાયદા માટે કરવામાં આવી છે : આ સંસ્થા પોતાની મુસ્લિમ છાપ કયારેય છોડશે નહિં : એસસી - એસટી - ઓબીસીને આ સંસ્થામાં અનામત આપવા ઈન્કાર : મુસ્લિમ વિદ્યાર્થી માટે દરેક કોર્ષમાં અડધી બેઠકો અનામત : અગાઉ કોંગ્રેસ સરકારે કોર્ટમાં સોગંદનામુ કરી આ દરજ્જો માન્ય રાખેલ

નવી દિલ્હી, તા.૨૨ : મોદી સરકારે દિલ્હી હાઇકોર્ટમાં એકસોગંદનામું દાખલ કરીને જામિયા મિલીયાઇસ્લામિયા યુનિવર્સિટીને લઘુમતી સંસ્થાનના દરજ્જાનો વિરોધ કર્યો છે. સરકારે નેશનલ કમિશન ફોરમાઇનોરિટી એજ્યુકેશનલ ઇન્સ્ટીટ્યુશન્સ (એનસીએમઇઆઇ)ના એવા નિર્ણયસામે વિરોધ દર્શાવ્યો છે જેમાં એનસીએમઇઆઇએ જામિયામિલીયા ઇસ્લામિયા યુનિવર્સિટીને ધાર્મિક લઘુમતી સંસ્થાનનો દરજ્જોઆપ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉનીકોંગ્રેસ સરકારમાં ૨૦૧૧માંતત્કાલિન માનવ સંસાધન મંત્રી કપિલસિબ્બલે એનસીએમઇઆઇના નિર્ણયનુંસમર્થન કર્યું હતું અને કોર્ટમા સોગંદનામુંદાખલ કરી જામિયા લઘુમતી સંસ્થાનહોવાની વાત સ્વીકારી હતી.

કેન્દ્ર સરકારેપોતાના વલણના પક્ષમાં કોર્ટમાં દાખલકરેલા સોગંદનામામાં અજીજ પાશા ઉર્ફેભારત ગણરાજ્ય કેસ (વર્ષ ૧૯૬૮)નોહવાલો આપતા કહ્યું કે આ મામલે સુપ્રીમકોર્ટે કહ્યું હતુ ંકે, જે  યુનિવર્સિટી સંસદ એક્ટ હેઠળ સામેલ છે તેને લઘુમતી સંસ્થાનનોદરજ્જો આપી ન શકાય.

સરકારે ગત પાંચમી માર્ચે સોગંદનામું દાખલ કર્યું હતુજેને ૧૩મી માર્ચે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. તેમાં કહેવાયું હતુ કે, જામિયા મિલીયા ઇસ્લામિયા યુનિવર્સિટી બોર્ડની ચુંટણી થાયછે અને જરૂરી નથી કે તેમાં ઇસ્લામને માનનારાઓને જ પ્રાધાન્ય આપવામાં આવે. એવા સમયે જામિયા લઘુમતી સંસ્થાન હોવાનો સવાલ જ ઊભો થતો નથી.

આ સાથે જ સોગંદનામામાં એવું પણ કહેવાયુંછે કે, જામિયા લઘુમતી સંસ્થા એ માટે પણ નથી કેમ કે, તેને સંસદ એક્ટ હેઠળ બનાવાઇછે અને કેન્દ્ર સરકાર તેમાં ભંડોળ આપે છે.

વર્ષ ૨૦૧૧માંએનસીએમઇઆઇએ કહ્યું હતું કે, જામિયાનીસ્થાપના મુસ્લિમો દ્વારા મુસ્લિમોના ફાયદા માટેકરવામાં આવી હતી અને આ સંસ્થા પોતાનીમુસ્લિમ છાપને ક્યારેય છોડશે નહીં. ત્યારબાદજામિયાએ એસસી, એસટી અને ઓબીસીવિદ્યાર્થીઓને અનામત આપવાનો ઇન્કાર કર્યોહતો. જ્યારે મુસ્લિમ વિદ્યાર્થીઓ માટે દરેકકોર્સમાં અડધી બેઠકો અનામત કરી દેવામાં

આવી. ૩૦ ટકા બેઠકો મુસ્લિમ વિદ્યાર્થીઓમાટે જ્યારે ૧૦ ટકા બેઠકો મુસ્લિમ મહિલાઓમાટે અનામત રાખવામાં આવી જ્યારે ૧૦ટકા મુસ્લિમ પછાત વર્ગ અને મુસ્લિમઅનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાંઆવી હતી.જામિયાના આ નિર્ણયના વિરોધમાં કોર્ટમાંપાંચ અરજીઓ દાખલ કરવામાં આવી હતી.આ અંગે કોર્ટે સરકાર પાસે જવાબ માગ્યો ત્યારેતત્કાલિન યુપીએ સરકારના માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે કોર્ટમાંસોગંદનામું દાખલ કરીને એનસીએમઇઆઇના નિર્ણયનેસમર્થન આપ્યું હતું.  હાલની કેન્દ્ર સરકારે જામિયાનાલઘુમતી દરજ્જા સામે ૧૫મીજાન્યુઆરી ૨૦૧૬થી જ સવાલઉઠાવવાનું શરૂ કરી દીધું હતું.જામિયા મિલ્લિયા ઇસ્લામિયાનો ઇતિહાસ : વર્ષ ૧૯૨૦ માં મહાત્માગાંધીએ અંગ્રેજ સરકારનો વિરોધ કરતા લોકોનેતમામ સંસ્થાઓનો બહિષ્કાર કરવા આહ્વાનકર્યું હતું. આ અંગે મુસ્લિમ રાષ્ટ્રવાદી નેતાઓદ્વારા અલીગઢ યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. બાદમાં તેને દિલ્હી લઇ જવાઇ હતી અને જામિયા મિલીયા ઇસ્લામિયા રજિસ્ટર્ડ સોસાયટી બનાવી તેને ચલાવવામાં આવી. વર્ષ ૧૯૬૨માં જામિયાને ડીમ્ડ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો અને૧૯૮૮માં તેને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જોઆપવામાં આવ્યો હતો. (૩૭.૭)

(11:47 am IST)