Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

પૈસા નહોતા એટલે પ્લાસ્ટિકની બોટલોથી શૌચાલય તૈયાર કર્યુ

કલકતા તા.રર : વપરાયેલી પાણીની પ્લાસ્ટિકની બોટલોને કચરામાં  ફેંકી દેવા સિવાય એનો કોઇ ઉપાય નથી, પરંતુ પશ્ચિમ બંગાળના અશોક ભૌમિકે આ બોટલોની મદદથી દિવાલો બનાવી હતી અને આ દિવાલોથી ઘરની બહાર શૌચાલયનું નિર્માણ કરી દીધુ હતુ. વર્ધમાન જિલ્લામાં રહેતા અશોક ભૌમિકે બનાવેલું પ્લાસ્ટિકનું આ ટોઇલેટ જોવા હવે લોકો દુર દુરથી આવે છે. વાત એમ હતી કે અશોક પાસે ટોઇલેટ બનાવવાના પુરતા પૈસા નહોતા એટલે તેણે આઇડિયા લડાવ્યો ગામમાં રખડતી પ્લાસ્ટીકની બોટલો તેણે એકઠી કરીહતીે. એમાં માટી અને અન્ય કચરો ભરીનું ઼ઢાંકણુ બંધ કરી દીધુ. એ પછી આ બોટલોને જ તેણે ઇંટોની જગ્યાએ વાપરી આ બોટલોની વચ્ચે રેતી-સિમેન્ટનો માવો ભરીને દિવાલ તૈયાર કરવામાં  આવી હતી. પ્લાસ્ટીકથી પર્યાવરણને ખુબ નુકસાન થાય  છે એન એના રિસાઇકલીંગ પણ ઘણો ખર્ચ થાય છે. એવા સમયે આ રીતે પ્રદુષણ રોકવામાં આવે તો સસ્તા ટોઇલેટ પણ બને એને પ્રદુષણ પણ ઘટે.

(11:46 am IST)