Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

મહારાષ્ટ્રમાં ફરીથી વધ્યો કોરોનાનો કહેર : ઉદ્ધવ ઠાકરેએ કહ્યું- લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન લગાવવું પડશે

મહારાષ્ટ્રમાં સોમવારથી સરકારી મીટિંગ્સ, ધાર્મિક સભાઓ, રાજકીય રેલીઓ પર પ્રતિબંધ

મુંબઈ : મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરીથી ઉથલો માર્યો છે. રવિવારના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રાજ્યના નાગરિકોને સંબોધિત કર્યા. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે આ વર્ષે માર્ચમાં COVID-19ને એક વર્ષ પૂર્ણ થઇ જશે. આ સમય દરમિયાન તમે મને પરિવારના સભ્ય માનતા હતા. હું તેનાથી ખૂબ જ ખુશ છું. ત્યારે કોઈ દવા નહતી, પરંતુ હવે રસી છે, જેના 9 લાખ લાભાર્થી છે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે પ્રશ્ન એ છે કે સામાન્ય વ્યક્તિને ક્યારે રસી મળશે? બાલાસાહેબ કહેતા હતા કે ‘ઉપરવાળાની મરજી’. અહીં ઉપરવાળા એટલે કેન્દ્ર સરકાર. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ કેન્દ્ર સરકારના હાથોમાં છે, તેઓ નક્કી કરી રહ્યા છે કે કેટલી રસી આપવાની છે.

તેમણે જણાવ્યું કે અમે રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છે. હું મારા કાર્યકર્તાઓને અનુરોધ કરું છું કે તેઓ આગળ આવે અને રસીકરણ કરાવે, આ સુરક્ષિત છે. પરંતુ અમે કેટલું રસીકરણ કરીએ છીએ તેના પર પણ નિર્ભર રહેશે કે આપણને કેન્દ્રમાંથી કેટલી રસી આવે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે અમરાવતીમાં આજે અંદાજે એક હજાર કેસ નોંધાયા. આ ચિંતાનો વિષય છે. કોરોના પર નિયંત્રણને લઇને અમારી સંપૂર્ણ તૈયારી છે, પરંતુ લોકોને પણ સતર્ક રહેવાની જરૂર છે. લોકો માસ્ક નહીં પહેરે તો લોકડાઉન અમલમાં મુકવું પડશે. હાલ કોરોનાના વધી રહેલા કેસોને જોતા સોમવારથી સરકારી મીટિંગ્સ, ધાર્મિક સભાઓ, રાજકીય રેલીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવે છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે મને જાણ છે કે લોકો આ પ્રતિબંધને પસંદ નથી કરતા, પરંતુ હવે આપણને કેટલાક કડક પગલા લેવાની જરૂર છે. મંત્રી નિતિન રાઉતે કોરોનાની સ્થિતિને જોતા તેમના પુત્રની રિસેપ્શન પાર્ટીને રદ કરી છે, આજે તેમના પુત્રની રિસેપ્શન પાર્ટી હતી. હું તેમનો આભાર માનું છું

(9:17 am IST)