Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

સુનંદા પુષ્કર હત્યાકાંડઃ શશિથરૂરને કોર્ટએ આપી વિદેશ યાત્રાની અનુમતિ

        દિલ્લીની એક અદાલતએ શનિવારના કોંગ્રેસ સાંસદ શશિ થરૂરને ત્રણ મહિનાથી વધારે સમય માટે વિદેશયાત્રા કરવાની અનુમતિ આપી. એડીશ્નલ સેશન અજયકુમાર કુહરએ ફેબ્રુઆરી અને મે ની વચ્ચે સંયુકત અરબ અમીરાત, પેરીસ અને નોર્વેની યાત્રા માટે થરૂરના આવેદનને મજુર કર્યુ.

        થરૂર પોતાની પત્ની સુનંદા પુષ્કરની હત્યાના મામલામા  આરોપી છે અને હાલમાં જામીન પર બહાર છે. અદાલતએ એમને થોડી શરતો સાથે જાીન આપ્યા હતા ૬૩ વર્ષીય નેતા ને અદાલતની પૂર્વ અનુમતિ વગર દેશ નહી છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.

        શશિ થરૂર પર ભારતીય દંડ સંહિતાની ધારા ૪૯૮ એ  અને ૩૦૬ અંતર્ગત મામલો દાખલ છે.  દિલ્લી પોલીસએ ૩૦૦૦ પાનાની ચાર્જશીટમાં આરોપ લગાવ્યોુ છે કે ૧૭ જાન્યુ. ર૦૧૪ ના દિલ્લીની ફાઇવ સ્ટાર હોટલમાં સુનંદા પુષ્કરનુ શબ શંકાસ્પદ હાલતમાં મળ્યું હતુ.

        દિલ્લીની એક અદાલતએ હાલમાં જ  શશી થરુર પર ભાજપા નેતા રાજીવ બબ્બર દ્વારા દાખલ માનહાની મામલામાં પ૦૦૦ રૂપિયાનો દંડ લગાવ્યો  હતો. થરુરને આ મામલામા રજુ નહી થવા પર દંડ કરવામાં આવ્યો હતો.

(11:48 pm IST)