Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

હર હર મહાદેવ :પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ કરાચીમાં મહાશિવરાત્રીની કરી ઉજવણી

કરાચીના શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરમાં શિવરાત્રી ઉજવી : વિડિઓ શેર કર્યો

કરાંચી : પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી દાનિશ કનેરિયાએ કરાચીમાં મહાશિવરાત્રીની ઉજવણી કરી હતી.તેણે કરાચીમાં શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર માં શિવરાત્રિની ઉજવણી કરી હતી અને તેનો એક વીડિયો તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો.હતો

વીડિયો શેર કરતી વખતે કનેરિયાએ લખ્યું કે તેઓ મહાશિવરાત્રીના પ્રસંગે કરાચીના શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. ભગવાન મહાદેવ આપ સૌને આશીર્વાદ આપે. હર હર મહાદેવ.

 કનેરીયા સ્પોટ ફિક્સિંગને કારણે કનેરિયા 2012 થી આજીવન પ્રતિબંધોનો સામનો કરી રહ્યો છે.
કનેરિયાએ થોડા સમય પહેલા એક વીડિયો દ્વારા એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમમાં એવા ખેલાડીઓ છે જેમણે મેચ ફિક્સ કરીને દેશને વેચી દીધો હતો, પરંતુ પીસીબીમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દાનીશે કહ્યું હતું કે તેણે ક્યારેય પોતાનો દેશ પૈસા માટે વેચ્યો નથી.
પાકિસ્તાનના 67 વર્ષના ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર બે હિન્દુ ક્રિકેટરો રમ્યા છે. અનિલ દલપત કનેરિયા પહેલા પાક ટીમમાં રમનાર પ્રથમ હિન્દુ ખેલાડી હતો.
  ગયા વર્ષે ડિસેમ્બરમાં, શોએબ અખ્તરે પોતાની જ ટીમના ખેલાડીઓ પર મોટો આરોપ લગાવ્યો હતો જેમાં ટીમમાં મોટાભાગના ખેલાડીઓ હિન્દુ ક્રિકેટર (ડેનિશ કનેરિયા) સાથે જમવાનું પસંદ નથી કરતા. ડેનિશ કનેરિયા દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી હતી.

(11:20 pm IST)