Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

નિર્ભયા : મેડિકલ હેલ્પ લેવાની વિનયની અરજી ફગાવી દેવાઈ

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે અરજી ફગાવી : માનસિક રોગી તરીકે દર્શાવીને ફાંસીને ટાળવાના વિનયના પ્રયાસો : અક્ષય અને વિનય પરિવારને મળી શકશે : તંત્ર

નવી દિલ્હી, તા.૨૨ : દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના એક અન્ય દોષિત વિનય શર્માની અરજીને આજે ફગાવી દીધી હતી જેમાં વિનય દ્વારા પોતાને માનસિકરોગી દર્શાવીને મેડિકલ સારવાર માટેની માંગ કરી હતી. મામલામાં હવે ત્રીજી વખત ડેથ વોરંટ જારી કરવામાં આવી ચુક્યા છે. ડેથ વોરંટ મુજબ ત્રીજી માર્ચના દિવસે સવારે વાગે ફાંસી  આપવામાં આવનાર છે પરંતુ દોષિતો બચાવ માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. કેટલીક વખત પોતાને માનસિક બિમાર તરીકે ગણાવી રહ્યા છે જ્યારે કેટલીક વખત એવી દલીલ આપવામાં આવી રહી છે કે, ઘટના વખતે તેઓ સગીર હતા. કેટલીક વખત રાષ્ટ્રપતિ દ્વારા દયા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી રહી છે. હવે ક્રમમાં દોષિત વિનય શર્માએ પોતાને સીજોફ્રેનિયાના દર્દી તરીકે ગણાવીને કોર્ટમાં રજૂઆત કરવામાં આવી છે.

        કોર્ટે ચુકાદો આપતા કહ્યું છે કે, ફાંસી પહેલા દોષિતોને ગભરાહટ અને પ્રકારની તકલીફ પડે તે સ્વાભાવિક છે. બાબતના પુરતા પુરવા છે કે, કેસમાં મેડિકલ ટ્રિટમેન્ટ અને મનોવૈજ્ઞાનિક મદદ આપવામાં આવી ચુકી છે. બીજી બાજુ કોર્ટના ચુકાદા બાદ નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું છે કે, ફાંસીને ટાળવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે. દોષિત કોર્ટને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમના લગભગ તમામ કાયદાકીય વિકલ્પો પૂર્ણ થઇ ચુક્યા છે. તેમને હવે ત્રીજી માર્ચના દિવસે ફાંસી આપી દેવામાં આવશે તે બાબત નિશ્ચિત દેખાઈ રહી છે. મામલાની સુનાવણી દરમિયાન તિહાર જેલ વહીવટીતંત્રએ શનિવારના દિવસે દલીલ આપી હતી કે, વિનયના દાવા ખોટા તથ્યો ઉપર આધારિત છે. જેલના અધિકારીઓએ શનિવારના દિવસે એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાને કહેવામાં આવ્યું હતું કે, સીસીટીવી ફુટેજથી સાબિત થયું છે કે, દોષિત વિનયે ચહેરાને પોતાને ઇજા પહોંચાડી હતી અને તે કોઇપણ પ્રકારના મનોવૈજ્ઞાનિક વિકારથી ગ્રસ્ત નથી. ૨૦૧૨માં દિલ્હી ગેંગરેપ અને હત્યાનો શિકાર થયેલી નિર્ભયાની માતા આશાદેવીએ કહ્યું છે કે, ફાંસીને ટાળવાના પ્રયાસ થઇ રહ્યા છે.

        તમામ કાયદાકીય વિકલ્પો તેમને આપવામાં આવી ચુક્યા છે. બીજી બાજુ જેલ વહીવટીતંત્રના અધિકારીઓનું કહેવું છે કે, મેડિકલ રેકોર્ડ પણ દર્શાવે છે કે, આરોપી કોઇરીતે માનસિક બિમારીથી ગ્રસ્ત નથી. હોસ્પિટલમાં તપાસની પણ કોઇ રૂ નથી. જેલના તબીબો નિયમિતરીતે તપાસ કરી રહ્યા છે. બીજી બાજુ નિર્ભયા મામલામાં અપરાધીઓના પરિવારને અંતિમ વખત મળી લેવા માટે પણ પત્રો લખવામાં આવ્યા છે. અગાઉ અપરાધીઓને તક આપવામાં આવી ચુકી છે પરંતુ અક્ષય અને વિનયને પરિવારના સભ્યોને મળવા માટેનો સમય પુછવામાં આવ્યો છે. ચાર દોષિતોને અંતિમ વખત પરિવારના સભ્યોની મુલાકાત કરવા અંગે પત્રો લખવામાં આવ્યા છે. જેલ વહીવટીતંત્રનું કહેવું છે કે, પવન અને મુકેશને માહિતી આપી દેવામાં આવી છે કે તેઓ પહેલાથી પોતાના પરિવારના સભ્યોને મળી ચુક્યા છે. હવે અક્ષય અને વિનયને પરિવારના સભ્યોને મળવાની તક આપવામાં આવી છે.

(7:53 pm IST)