Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ભારત - પાક.ને સરહદે શાંતિ જાળવવાની અપીલ કરશે ટ્રમ્પ

ટ્રમ્પના આગમનની અમદાવાદ અને આગ્રા સહિત દિલ્હીમાં પણ જોરશોરથી તૈયારીઓ

નવી દિલ્હી તા. ૨૨ : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ભારત યાત્રા પહેલા અમેરિકાના એક વરિષ્ઠ પ્રશાસનિક અધિકારીએ કહ્યું છે કે ટ્રમ્પ ભારત અને પાકિસ્તાનના ક્ષેત્રમાં શાંતિ બનાવી રાખવાનો પ્રયત્ન કરવાની અપીલ કરીશું.

સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીએ કહ્યું, અમે માનીએ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઇપણ સફળ વાર્તાનો આધાર આતંકીઓ અને ઉગ્રવાદીઓ પર નકેલ કરવાના પ્રયત્નો પર નિર્ભર કરશે અમે એવું થવાની રાહ જોઇ રહ્યા છે.

તેઓએ કહ્યું રાષ્ટ્રપતિ બંને દેશોને આગ્રહ કરશે કે નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થાયિત્વ બનાવાની રખાવનો પ્રયત્ન કરવામાં આવે અને બંને દેશ એવી કોઇપણ કાર્યવાહી અથવા નિવેદન આપવાથી બને જેનાથી ક્ષેત્રમાં તનાવ વધવાની આશંકા હોય.

ટ્રમ્પ બે દિવસની ભારતયાત્રા પર સોમવારે ૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદ પહોંચશે. ટ્રમ્પની મુલાકાત અંગે અમદાવાદ અને આગ્રા સહિત દિલ્હીમાં પણ તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ઘર ગુજરાતમાં ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે પીએમ મોદી પ્રોટોકોલ તોડીને પોતે એરપોર્ટ પર ટ્રમ્પને રીસીવ કરવા પહોંચશે.

(3:51 pm IST)