Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

બિરીયાની-પરાઠા ખાઇને તબિયત બગડી રહ્યા છે ભારતીયોઃ અમદાવાદ અને દિલ્હી છે સૌથી આગળ

નવી દિલ્હી તા. રર : દિલ્હી અને અમદાવાદ દાલફ્રાઇ, ભરેલા પરોઠા અને મટન બિરીયાની વગેરે પકવાનના રૂપમાં વધવાની ચરબીના રોજીંદા ઉપભોગના મામલે સાત મહાનગરોની યાદીમા ટોચ પર છે જયારે સૌથી છેલ્લા નંબર પર હૈદ્રાબાદ આવે છેહાલમાં થયેલા એક સર્વેમાં આ તથ્યો બહાર આવ્યા છે.

ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ (આઇસીએમઆર) ના સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે મહિલાઓની સરખામણીમાં પુરૂષો વધારે ફેટનું સેવન કરે છે અમદાવાદ, બેંગ્લોર, દિલ્હી, હેદ્રાબાદ, ચેન્નાઇ, કલકતા અને મુંબઇ જેવા સાત શહેરોમાં પુરૂષ દરરોજ ૩૪.૧ ગ્રામ અને મહિલાઓ ૩૧.૧ ગ્રામ ચરબીનું સેવન કરે છે.

દાલફ્રાઇ, ભાત, ભરેલા પરોઠા, પુડલા, બિસ્ત બેલેભાત (કર્ણાટકમાં ચોખામાંથી બનતી વાનગી) વગેરે જેવી વાનગીઓમાં વધારે ચરબી હોય છે. આ સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે મટન બિરીઆનીમાં ચીકન બીરીયાની, દાળ અથવા માંસાહારી વાનગીઓ કરતા વધુ ચરબી હોય છે.

અભ્યાસ અનુસાર, જે લોકો તળેલી વાનગીઓ વધારે ખાય છે તે લોકો બાફેલી અથવા ઓછો તળેલી વાનગીઅ ખાતા લોકો કરતા વધારે ચરબીનું સેવ કરે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું કે દરેક પ્રકારની માંસાહારી વાનગીમાં ચરબીનું પ્રમાણ ઘણું વધારે હોય છે.

આ સર્વેક્ષણ ભારતીય આયુર્વિજ્ઞાન અનુસંધાન પરિષદ-રાષ્ટ્રીય પોષણ સંસ્થાન (આઇસીએમઆર-એનઆઇએન) એ રાષ્ટ્રીય પોષણ નિગરાણી બ્યુરોના ર૦૧પ-૧૬ના અભ્યાસ, અને આઇસીએમઆર-એનઆઇએન હૈદ્રાબાદના ડેટાના આધારે કર્યું છે આ વિશ્લેણની પુષ્ટિ આંતરરાષ્ટ્રીય જીવન વિજ્ઞાન સંસ્થાન-ભારત (આઇએલએસઆઇ-ભારત) એ પણ કરી છે.

આઇએલએસઆઇ-ભારતના અધ્યક્ષ પ્રોફેસર પી.કે. સેઠએ જણાવ્યું કે ચરબીના સેવનનું સ્તર દિલ્હી અને અમદાવાદમાં ઘણુ વધી ગયું છે. ત્યાં દર વ્યકિતએ તેનું પ્રમાણ ક્રમશઃ રોજનું ૪૪.૪ અને ૪૩.૯ ગ્રામ છે. જયારે મુંબઇ અને હૈદ્રાબાદમાં તેનું પ્રમાણ રોજનું દર વ્યકિતએ ક્રમશઃ ર૮.૮ અને રપ.૧ ગ્રામ છે.

(3:41 pm IST)