Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

...તો ભગવાનના શરણે જશે કામરેડ પાર્ટી !

સમયનું ચક્ર ફર્યુ : માકપા નેતાઓ ખુદને નાસ્તિક કહેનાર ભગવાનની કરશે પૂજા - અર્ચના

કલકત્તા તા. ૨૨ : આને કહે છે સમયનું ચક્ર લાલ સલામ કરીને ખુદને નાસ્તિક ગણાવનાર બંગાળના માકપા નેતા જે મંદિરમાં જનારા તેમના જ સાથીને ખરાબ કહેતા હતા તેના કારણે કારણ બતાવો નોટીસ આપતા હતા આજે તે જ હવે ભગવાનના શરણે જવાની વાત કરી રહ્યા છે. બંગાળના કામરેડોની આ વાતો કોણ ભૂલી શકે છે. જ્યારે કદાવર માકપા નેતા સુભાષ ચક્રવર્તી બંગાળના પરિવહન મંત્રી રહીને વીરભૂમિ જિલ્લામાં આવેલા કાલી તારામાના મંદિરમાં ગયા હતા તે માકપામાં હોબાળો મચી ગયો. તેને સ્પષ્ટીકરણ પણ આપવું પડું હતું. આજે સત્તાની બહાર થયાના ૯ વર્ષ બાદ હવે કામરેડ પણ આસ્તિક બનવાની રાહ પર આગળ પર વધી રહ્યા છે.

તર્ક એ આપી રહ્યા છે કે ધાર્મિક કટ્ટરતા તેમજ બદલાયે રાજનૈતિક પરિસ્થિતિના મુકાબલા માટે કામરેડોને પણ ધાર્મિક સ્થળો સાથે જોડાવું પડશે.

અહેવાલો મુજબ માકપાએ તેમની આંતરિક સમીક્ષા રીપોર્ટથી માલુમ પડયું છે કે, નાસ્તિક થવા તેમજ ધર્મસ્થળોથી દુર થવાના કારણે પક્ષને નુકસાન થઇ રહ્યું છે તેનો લાભ આરએસએસ તેના જેવા અન્ય સંગઠન ઉઠાવી રહ્યા છે. તેથી હવે ધર્મનિરપેક્ષની નીતિ પર ચાલતા કામરેડ પણ એવા મંદિર તેમજ અન્ય ધર્મસ્થળોના પ્રબંધનમાં તેમની ભૂમિકા નિભાવી પડશે. જો કે કટ્ટરપંથી તાકાતોને દુર કરવામાં આવી શકે. ત્યાં સુધી કે માકપા પોલિસ બ્યુરો સભ્ય પણ આ મુદ્દા પર ખુલીને વાત કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં માકપામાં કોઇ સભ્યને કોઇ પૂજા અથવા મંદિર સમિતિનો ભાગ બનાવાની મંજુરી હતી નથી. પરંતુ હવે આ સમિતિમાં ધર્મનિરપેક્ષ લોકોને જરૂરત દેખાવા લાગી રહે છે. સલીમના જણાવ્યા મુજબ અમે જેવા સંગઠનોને છુટ આપી શકીએ નહીં.

ભેદભાવ થવું જોઇએ નહી તે જ કારણ એ છે કે કેરળ અને અન્ય રાજ્યમાં અમે ધર્મનિરપેક્ષ સિધ્ધાંતોને પૂજા પાઠવાળા સ્થળો પર પ્રોત્સાહન આપવાનું જોર આવ્યું છે. આ ફકત મંદિરો માટે જ નહિ મસ્જીદો, ગુરૂદ્વારા, ચર્ચ અને ધર્મસ્થાનો પર પણ લાગુ થશે.

(3:38 pm IST)