Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કોરોના વાયરસ ફાટી નીકળતા ચીને જંગલી પશુઓના વેપાર ઉપર કાયમી નિયંત્રણો શરૂ કર્યા

ચીનમાં કાયદો બનાવતી અવ્વલ કમીટીએ કોરોના વાયરસની બિહામણી અસરોને ધ્યાને રાખીને જંગલી પશુઓના ધંધા - વ્યાપાર ઉપર કાયમી નિયંત્રણો લાદી દેવા માટે કવાયત આદરી છે. વુહાનમાંથી કોરોના વાયરસ ફાટી નીકળ્યો હતો તેની પાછળ કતલખાના જવાબદાર બન્યાનું સૌ કોઈ જાણે છે. વૈજ્ઞાનિકો જંગલી પશુના મટન ખાન-પાન ઉપર પણ પ્રતિબંધ વિચારી રહ્યા છે. ગયા મહિને રાષ્ટ્રીય સરકારે હંગામી ધોરણે જંગલી પશુના ખરીદ - વેચાણ ઉપર પ્રતિબંધ લાદી દીધા હતા. ખાસ કરીને ફૂડ પ્રોડકટ સાથે અને દવાઓમાં વપરાતી પ્રોડકટોને ધ્યાનમાં રાખવામાં આવી હતી.

(3:37 pm IST)