Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વિહિપ રપ માર્ચથી દેશભરમાં રથયાત્રાઓ યોજશેઃ ર લાખ સ્થળોએ રામ ઉત્સવ

રાષ્ટ્રીય મહામંત્રી મિલિંદ પરાંડેની જાહેરાતઃ સી.એ.એના સમર્થનમાં સંતો પ્રચારમાં નીકળશે

રાજકોટ, તા. ૨૨ :. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણ પ્રારંભના અરસામાં દેશવ્યાપી કાર્યક્રમો યોજાનાર છે. પરિષદના કેન્દ્રીય મહામંત્રી મિલિન્દ પરાંડેએ વર્ષ પ્રતિપદા દિવસ ૨૫ માર્ચથી હનુમાન જયંતિ ૭ એપ્રિલ સુધી દેશભરમાં રથયાત્રાઓ અને ૨ લાખથી વધુ સ્થળો પર રામોત્સવનું આયોજન કરવાનુ જાહેર કર્યુ છે.

પૂણેમાં મળેલી વિહીપની બેઠક બાદ મિલિન્દ પરાંડેએ જણાવેલ કે રામ જન્મ ભૂમિ ટ્રસ્ટ દ્વારા મંદિર નિર્માણ તૂર્તમા પ્રારંભ કરવામાં આવશે. શરદ પવારે લખનઉમાં મસ્જીદ નિર્માણ માટે ટ્રસ્ટ રચવાની વાત કરેલ. તેમનો આ અનઆવશ્યક મુદ્દો મુસ્લિમ તૃષ્ટીકરણની રાજનીતિ માટેનો છે. નાગરીકતા સંશોધન કાયદા સામે દેશમાં કેટલાક સ્થાનો પર વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. તેની પાછળ અમુક રાજકીય સંગઠનો અને અમુક જેહાદી મુસ્લિમ સંગઠનો દેખાય છે. તેની પાછળ રાષ્ટ્રવિરોધી તાકાત હોય શકે. વિહિપ આવા બધા હિંસક પ્રદર્શનોની નિંદા કરે છે અને કાયદો હાથમાં લેનારાઓ સામે કાયદેસર કાર્યવાહી માંગણી કરે છે. સંતોએ સીએએ માટે કેન્દ્ર સરકારને વધામણી આપી છે અને આ કાયદાની જાણકારી માટે સંતોએ પ્રચાર યોજના બનાવી છે. સંતોના આ કાર્યમાં વિહિપ સહયોગી બનશે.

વિહિપના હિતચિંતક અભિયાનમાં ૩૦ લાખથી વધુ હિન્દુઓએ હિસ્સેદારી કરી છે. જેમાં ૩ લાખ એકલા મહારાષ્ટ્રના છે. બજરંગ દળ પણ આ કાર્યને આગળ વધારશે.

(3:35 pm IST)