Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

મૌલાના અબુલ કલામ આઝાદ : અસાધારણ વ્યકિત

રાષ્ટ્રીય શિક્ષાદિન તરીકે ઉજવાય છેઃ ભારતરત્નથી વિભૂષિત

આઝાદનો જન્મ ૧૧ નવેમ્બર ૧૮૮૮એ મક્કાશરીફ. સઉદી અરબીમાં થયો હતો. તેમનું સાચું નામ અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન હતું. જે પછીથી બદલીને મૌલાના આઝાદ થયું. આઝાદના પિતા મૌલાના મુહમ્મદ ખૈરૂદ્દીન એક વિદ્વાન લેખક હતા. જેમના ઘણા પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા હતા જ્યારે તેમની માતા એક અરબી હતા. પહેલા તેમનો પરિવાર બંગાળ પ્રાંતમાં રહેતો હતો. પરંતુ સિપાહી વિદ્રોહ દરમ્યાન તે મક્કાશરીફ જતા રહ્યા જ્યાં મૌલાના આઝાદનો જન્મ થયો અને ૧૮૯૦માં તે પોતાના પરિવાર સાથે કલકત્તા પાછા આવી ગયા. પરિવારના રૂઢિવાદી પરંપરાને કારણે આઝાદને ઈસ્લામી શિક્ષણનું અનુસરણ કરવું પડ્યું. આઝાદ પહેલા અરબી અને ફારસી શીખ્યા અને પછી દર્શનશાસ્ત્ર રેખાગણિત, ગણિત અને બીજ ગણિતનો અભ્યાસ કર્યો. અંગ્રેજી ભાષા, વિશ્વનો ઈતિહાસ અને રાજનીતિ શાસ્ત્ર તેમણે સ્વયં અભ્યાસ દ્વારા શીખ્યો. તેમણે ઘણા લેખ લખ્યા અને અખિલ ઈસ્લામી સિદ્ધાંતો અને સર સૈયદ અહમદખાનના વિચારોમાં પોતાની રૂચિ વધારી, અખિલ ઈસ્લામી ભાવનાથી ઓતપ્રોત થઈને તેમણે અફઘાનિસ્તાન, ઈરાક, સીરિયા અને તુર્કીનો પ્રવાસ કર્યો. આઝાદને તે સમયે ઘણી ભાષાઓ આવડતી હતી. જેમ કે ઉર્દૂ, હિન્દી, પર્શિયન, બંગાળી, અરબી અને ઈંગ્લિશ તે મજાહિબ હનફી, માલિકી, શફી વગેરેમાં ઉસ્તાદ હતા.આઝાદ પોતાની યુવાનીના દિવસોમાં ઉર્દૂ ભાષાન કવિતાઓ પણ લખતા હતા પરંતુ એક પત્રકાર રૂપે તે વધારે પ્રખ્યાત હતા જે પોતાના લેખમાં બ્રિટિશ રાજ વિરૂદ્ધ લખીને તેને પ્રકાશિત કરતા હતા. આઝાદ પછી ખિલાફત આંદોલનના નેતા બન્યા જ્યાં તેમનો સંબંધ મહાત્મા ગાંધીથી થયો.મહાત્મા ગાંધીના અહિંસા આંદોલનની આઝાદ પર ઘણો પ્રભાવ પડ્યો અને તેગાંધીજીના અનુયાયી બની ગયા. તેમણે ગાંધીજીએ બતાવેલ માર્ગ પર ચાલવું જ શીખ્યું. ગાંધીજીની સાથે મળીને રોલેટ એક્ટની ૧૯૧૯માં સુરક્ષા કરી. આઝાદ ખુદ ગાંધીજીના મહાન ભક્ત બતાવતા હતા અને ગાંધીજીની જેમ તે પણ સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા અને લોકોને પણ સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવાની સલાહ આપતા હતા. ૧૯ર૩માં ૩પ વર્ષની ઉંમરમાં સૌથી નાની વયના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રૂપે સેવા આપી. જે સમયે ભારતમાં સાંપ્રદાયિક ધર્મોની વચ્ચે ભાગલાની વાત ચાલી રહી હતી તે સમયે તે વિવિધ ધર્મો વચ્ચે મીઠા સંબંધ બનાવવાનું કામ કરી રહ્યા હતા. ભારતના શિક્ષણમંત્રી તરીકે તેમણે ગરીબોને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફતમાં ઉપલબ્ધ કરાવ્યું. સાથે જ ભારતીય તંત્ર જ્ઞાન સંસ્થા અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની પણ સ્થાપના કરી. જેથી તે ભારતીયોને સારામાં સારું શિક્ષણ અપાવી શકે. આઝાદ ભારતના પ્રથમ શિક્ષણમંત્રી મૌલાના અબુલ કલામ આઝાદે ૧પ ઓગસ્ટ ૧૯૪૭થી ર ફેબ્રુઆરી ૧૯પ૮ સુધી દેશની સેવા કરી અને તેમના જન્મદિનને આજે પૂરું ભારત 'રાષ્ટ્રીય શિક્ષા દિન' રૂપે મનાવે છે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષા દિન દર વર્ષે ૧૧ નવેમ્બરે મનાવવામાં આવે છે. ૧૯૯રમાં તેઓને મરણોપરાંત ભારતીય નાગરિકત્વનો સૌથી મોટા પુરસ્કાર 'ભારતરત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા. આઝાદે સ્વતંત્રતાના આંદોલન સમયે ઘણા લોકોને શિક્ષિત કર્યા અને તેઓને આઝાદી માટે લડવાની પ્રેરણા આપી. આંદોલન સમયે હિન્દુ-મુસ્લિમમાં ભેદભાવ રાખ્યા વિના દરેકને એક સમાન શિક્ષણનો અધિકાર આપ્યો. નિશ્ચિત જ આપણને આવા શિક્ષણમંત્રી પર ગર્વ હોવો જોઈએ. ભારતીય મુસલમાનોમાં રાષ્ટ્રીય ભાવ નિર્માણ કરવાના ઉદ્દેશથી રાષ્ટ્રીય કોંગ્રેસમાં રહીને જ ૧૯ર૯માં 'નેશનલ મુસ્લિમ પક્ષ'ની સ્થાપના કરી. ૧૯૪રમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું મુંબઈમાં થયેલ અધિવેશનના મૌલાના આઝાદ અધ્યક્ષ હતા. તેમની જ અધ્યક્ષતામાં 'છોડો ભારત'નો પ્રસ્તાવ પસાર કર્યો. ૧૮૪૭એ પ.નહેરૂના અંતિમ સંસ્કારની તૈયાર કરી હતી. તેમાં આઝાદ એમના શિક્ષણમંત્રી રૂપે સામેલ હતા. તેમના મૃત્યુ સુધી તે આ સ્થાન પર હતા. મૌલાના આઝાદ પૂર્ણતઃ રાષ્ટ્રવાદી ભારતીય હતા અને દેશ તેમને આજે પણ ગૌરવથી યાદ કરે છે. પૂરું નામ : મોહિઉદ્દીન અહમદ ખૈરૂદ્દીન બખી જન્મ, : ૧૧ નવેમ્બર ૧૮૮૮ , જન્મસ્થળ : મક્કાશરીફ,  કાર્યક્ષેત્ર : ભારતના પ્રથમ શિક્ષણમંત્રી ૧૯૪૭,  મૃત્યુ : રર ફેબ્રુઆરી ૧૯પ૮ (દિલ્હી)

(3:33 pm IST)