Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કોરોના વાયરસથી ચીનમાં વધુ ૧૦૯ લોકોના થયેલા મોત

ચીનમાં કુલ મોતનો આંકડો વધીને ર૩૪પ થયો : ચીન સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ર૩૬૦ : ગંભીર લોકોની સંખ્યા ૧૧પ૩૯

બેજિંગ,તા. ૨૨: ચીનમાં કોરોના વાયરસના કારણે મોતનો સિલસિલો જારી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં ચીનમાં વધુ ૧૦૯ લોકોના મોત થયા છે. આની સાથે જ એકલા ચીનમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો વધીને હવે ૨૩૫૪ સુધી પહોંચી ગયો છે. જ્યારે ચીનમાં કુલ કેસોની સંખ્યા ૭૬૨૯૦ નોંધાઇ છે. એકલા ચીનની વાત કરવામાં આવે તો ગંભીર રીતે અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા હાલમાં ૧૧૪૭૭ નોંધાઇ છે. જે સાબિત કરે છે કે હજુ મોતનો આંકડો ખુબ ઉપર પહોંચનાર છે. હાલમાં ૩૨ દેશો કોરોના વાયરસના કારણે સકંજામાં છે.

જાપાનમાં ડાયમંડ ક્રુઝ પર અસરગ્રસ્ત લોકોની સંખ્યા ૬૩૪ સુધી પહોંચી ગઇ છે. દક્ષિણ કોરિયામાં હવે કોરોના વાયરસે ઝડપી ફેલાવો શરૂ કરી દીધો છે. દક્ષિણ કોરિયામાં ૧૩૭ નવા કેસો સપાટી પર આવ્યા છે. ચીનમાં સાવેચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં હવે કોરોના વાયરસ બેકાબુ છે. કોરોના વાયરસના કારણે ચીનમાં જે વિસ્તારો  સૌથી અસરગ્રસ્ત થયા છે તેમાં હુઆગાંગ, એઝાઓ, ચીબી, શિઆતાઓ, ઝિજિયાંગ, છિનજિઆંગ, લિચુઆન અને વુહાનનો સમાવેશ થાય છે. સૌથી વધારે પ્રભાવિત વિસ્તારોમાં યુબેઇ પ્રાંત છે. ચીનના જુદા જુદા શહેરોમાં ૬ કરોડથી વધારે લોકો હાલ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોરોના  વાયરસને લઇને ઇન્ફેક્શન દુનિયાના દેશોમાં ફેલાઇ રહ્યો છે. ત્યારે સાવચેતીના તમામ પગલા દુનિયાના દેશો લઇ રહ્યા છે. ચીન સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં વાયરસ પર સંપૂર્ણ કાબુ મેળવી શકાયો નથી. જે દર્દી ગંભીર છે તે પૈકી અનેક જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યા છે. ચીની સત્તાવાળાઓ દ્વારા હુબેઇ અને તેના પાટનગર વુહાનમાં ૫૬ મિલિયન લોકોને નિરીક્ષણ હેઠળ મુકવામાં આવ્યા છે.હાહાકાર  મચાવી રહેલા કોરોના વાયરસને કાબુમાં લેવા માટે યુદ્ધના ધોરણે તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં તેના પર કાબુ મેળવી લેવામાં હજુ સુધી સફળતા મળી રહી નથી. ચીનના આરોગ્ય વિભાગના તમામ લોકો નિસહાય દેખાઇ રહ્યા છે. માત્ર ચીનમાં જ નહીં બલ્કે દુનિયાના અન્ય દેશો પણ કોરોના વાયરસના કારણે પરેશાન છે. જેમાં ભારત પણ સામેલ છે.

અલબત્ત નવા કેસોની સંખ્યા ઘટી છે પરંતુ હજુ કેસો દરરોજ હજારો નોંધાઇ રહ્યા છે.જાપાનમાં પણ કોરોના વાયરસના કારણે ભારે દહેશત છે.  તંત્ર દ્વારા સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. જાપાનમાં હજુ સુધી કોરોના વાયરસથી કોઇનુ મોત થયુ નથી પરંતુ નવા કેસો અહીાં નોંધાઇ રહ્યા છે. ફ્રાન્સ અને તાઇવાનમાં પણ એક એક વ્યક્તિનુ મોત થયુ છે.હોંગકોગ, દક્ષિણ કોરિયા, થાઇલેન્ડ, અમેરિકા, તાઇવાન, મલેશિયા અને જર્મની સહિતના દેશો વાયરસના સકંજામાં આવી ગયા છે. કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે.   દરરોજ કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે.

 ગંભીર રીતે બિમારીના સકંજામાં રહેલા લોકોની સંખ્યા હજારોમાં છે. જે કુલ કેસોના ૨૧ ટકા જેટલી છે. જે સાબિત કરે છે કે મોતનો આંકડો હજુ ખુબ વધી શકે છે.અમરિકા સહિતના મોટા ભાગના દેશો આ કોરોનાના સકંજામાં આવી ગયા છે. વિશ્વના ૨૯થી વધારે દેશો ગ્રસ્ત છે.   ચીન સરકાર દ્વારા વાયરસના ફેલાવાને રોકવા માટે બનતા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.  દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી પર આવી રહ્યા છે જે સાબિત કરે છે કે કઇ રીતે આ વાયરસે આતંક મચાવી દીધો છે.ચીનમાં ખતરનાક સાબિત થઇ રહેલા કોરોના વાયરસના કારણે મોતનો આંકડો ઝડપથી વધી રહ્યો છે. ચીનમાં હુબેઇ પ્રાંતમાં સૌથી વધારે અસરગ્રસ્ત લોકો છે. સાથે સાથે મોતનો આંકડો પણ અહીં જ સૌથી વધારે નોંધાયો છે.

બચાવ અને રાહત કામગીરીમાં આરોગ્ય કર્મચારીઓ એટલી હદ સુધી લાગેલા છે કે તેમને જોઇને સલામ કરી શકાય છે.દેશમાં આ વાયરસ ફેલાઇ જતા પહેલા સેન્ટ્રલ હુબેઇ પ્રાંતમાં ડિસેમ્બર માસમાં પ્રથમ કેસ સપાટી પર આવ્યો હતો.વિશ્વના ૩૨ દેશોમાં કોરોના વાયરસે ભારે હાહાકાર મચાવ્યો છે. જેમાં મોતનો આંકડો ૨૩૬૦ સુધી પહોંચી ગયો છે. રિક્વર થયેલા લોકોની સંખ્યા ૨૦૯૭૬ નોંધાઇ છે.

(3:43 pm IST)