Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ફેસબુક ઉપર ખુદ ઝુકરબર્ગે મને નંબર વન કહી અભિનંદન આપેલા છે : ફેસબુક ઉપર પોતાને નંબર વન ગણાવતા થયેલા વિરોધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પનો જવાબ

વોશિંગટન : 24 ફેબ્રુઆરીના રોજ ભારતની મુલાકાતે આવી રહેલા અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ પોતાને ફેસબુક ઉપર સૌથી વધુ ફોલોવર્સ ધરાવનાર વ્યક્તિ તરીકે ગણાવ્યા હતા તથા નરેન્દ્ર મોદીને બીજા નંબરે ગણાવ્યા હતા જેનો વિરોધ થતાં તેમણે ચોખવટ કરતા કહ્યું હતું કે દોઢ અબજની વસતિ ધરાવતા ભારત દેશના પ્રાઈમ મિનિસ્ટરના 4 કરોડ 40 લાખ ફોલોવર્સ છે ( સત્તાવાર આંકડા મુજબ ભારતની વસતિ 1.30 અબજ ) જયારે અમેરિકાની 32 કરોડ  50 લાખની વસતિ વચ્ચે મારા 2 કરોડ 70 લાખ ફોલોવર્સ છે.ફેસબુકના ખુદ ઝુકરબર્ગે  સૌથી વધુ ફોલોવર્સ ધરાવવા બદલ મને નંબર વન કહ્યો છે.પોતાને નંબર વન ગણાવતા થયેલા વિરોધ અંગે ડોનાલ્ડ ટ્રમ્પએ ઉપરોક્ત જવાબ આપ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:55 am IST)