Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

કાશ્મીરી વિદ્યાર્થીઓને સુરક્ષા પુરી પાડવાના સુપ્રિમકોર્ટનો આદેશ

કેન્દ્ર સરકાર અને 10 રાજ્યોને નોટિસ ફટકારી હસ્તક્ષેપ માટે અને જવાબદારી નક્કી કરવા નિર્દેશ

નવી દિલ્હી :જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલા બાદ સુપ્રીમ કોર્ટે કાશ્મીરી વિદ્યાર્થીઓને સુરક્ષા પુરી પાડવાના આદેશ આપ્યા છે  દેશભરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કાશ્મીરી યુવકો પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. જે બાદ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અરજી અંગે કોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.

   કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર અને દેશના 10 રાજ્યોને નોટિસ ફટકારી કાશ્મીરી યુવકોની સુરક્ષા માટે હસ્તક્ષેપ કરવાનો આદેશ આપ્યો અને કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, તમામ રાજ્યોના મુખ્ય સચિવ, ડીજીપી અને પોલસ કાશ્મીરી યુવકોની સુરક્ષા માટે જવાબદારી નક્કી કરે.

(1:15 pm IST)