Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

મોદીજીના નવા ભારતમાં સ્વાગત ,જવાનોને શહીદનો દરજ્જો નહિ,અંબાણીને 30,000 કરોડની ભેટ !! :રાહુલ ગાંધીનું ટ્વીટ

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એકવાર ફરીથી રાફેલ ડીલ માટે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ છે. પીએમ મોદી પર હુમલો કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થઈ ગયા પરંતુ તેમને શહીદનો દરજ્જો આપવામાં ન આવ્યો. પ્રધાનમંત્રી મોદી અનિલ અંબાણીને હંમેશા ખુશીથી જીવવા માટે 30000 કરોડ રૂપિયાની ભેટ આપી દીધી પરંતુ પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને શહીદનો દરજ્જો ન આપ્યો.

   અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ સતત પ્રધાનમંત્રી મોદી પર રાફેલ ડીલ અંગે નિશાન સાધી રહી છે. રાહુલ ગાંધી પોતે આની કમાન સંભાળી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે ઉદ્યોગપતિને મોદી સરકારે રાફેલ લડાકુ વિમાનની ડીલ અપાવીને 30000 કરોડ રૂપિયાનો લાભ પહોંચાડ્યો છે. જો કે રાહુલ ગાંધીના આ આરોપને કેન્દ્ર સરકાર અને અનિલ અંબાણીએ ધરમૂળથી ફગાવી દીધો છે.

(12:00 am IST)