Gujarati News

Gujarati News

News of Friday, 22nd February 2019

ભારતના કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને વખોડી કાઢતા ઇન્ડિયન અમેરિકન સંગઠનોઃ ઇન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટીકલ એજ્યુકેશનના ઉપક્રમે ૧૮ ફેબ્રુ.ના રોજ સાન જોસ કેલિફોર્નિયા મુકામે પોસ્ટર રેલી યોજાઇ

કેલિફોર્નિયાઃ ભારતના જમ્મુ કાશ્મીરમાં આવેલા પુલવામામાં CRPFના જવાનો ઉપર પાકિસ્તાનમાં અડ્ડો ધરાવતા જૈસ એ મહમ્મદએ કરેલા આતંકી હુમલાથી શહીદ થયેલા ૪૩ જવાનોને શ્રધ્ધાંજલી આપવા તથા આતંકવાદ વિરૂધ્ધ  રોષ વ્યકત કરવા અમેરિકામાં ઠેર ઠેર પ્રાર્થના સભાઓ તથા કેન્ડલ માર્ચના આયોજનો કરાયા હતા.

સાન જોસ કેલિફોર્નિયા મુકામે ૧૮ ફેબ્રુ.૨૦૧૯ના રોજ વિશાળ સંખ્યામાં ઇન્ડિયન અમેરિકન ભેગા થયા હતા. તથા આતંકવાદી હુમલાને વખોડી કાઢી શહીદોને શ્રધ્ધાંજલી આપી હતી. તથા અમેરિકામાં વસતા ભારતીયો વતનની સાથે  છે. તેવું ઇન્ડિયન અમેરિકન ફોરમ ફોર પોલિટીકલ એજ્યુકેશનના નેશનલ પ્રેસિડન્ટ ડો.સંપટ શિવાંગીએ જણાવ્યું હતું.

 

(8:23 pm IST)