Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

શીયા ઇસ્માઇલી મુસ્લિમોના ધર્મગુરૂ નામદાર આગાખાનનું દિલ્હીમાં આગમન : નર્સરીનું લોકાર્પણ

નવી દિલ્હી : શીયા ઇસ્માઇલી મુસ્લિમોના ધાર્મિક ગુરૂ અને આગાખા ડેવલપમેન્ટ નેટવર્કના સ્થાપક હીઝ હાઇનેસ નામદાર આગાખાન ભારતની ૧૦ દિવસીય યાત્રાએ આવી પહોંચતા તેઓનું ભાવભર્યુ સ્વાગત કરાયુ હતુ. આ તકે દિલ્હીમાં ૯૦ એકર સીટીમાં પથરાયેલ નર્સરીનું તેમના હસ્તે ઉદ્દઘાટન કરાયુ હતુ. આગાખાનની માન્યતા આધારીત તૈયાર થઇ રહેલ આ પ્રોજેકટ સાંસ્કૃતિક વારસોના પરિવર્તન માટે શકિતશાળી ઉત્પ્રેરક બની રહેશે. નર્સરીમાં ૨૮૦ જાતના વૃક્ષોના ૨૦,૦૦૦ રોપાઓનું રોપણ કરાયુ હતુ. ઉપરાંત ૧૫ સ્મારકોમાંથી ૬ નું સંરક્ષણ અને સ્થળ દ્રશ્યનું પુનઃ સ્થાપન બાદ વર્લ્ડ હેરીટેઝ સ્મારકો તરીકે નિયુકત કરાયા છે. એમ્ફિથિએટર જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. સંરક્ષણ અને વિકાસનો પ્રયાસ સેન્ટ્રલ પબ્લીક વર્કસ ડેવલપમેન્ટ, ભારતના પુરાતત્વ સર્વેક્ષણ અને દક્ષિણ દિલ્હી મ્યુ. કોર્પોરેશન સાથે ભાગીદારીમાં છે. નર્સરી એ આગાખાન ટ્રસ્ટ ફોર કલ્ચર દ્વારા વિકસાવવામાં આવેલ  શહેરી વિસ્તારનો ૭ મો પાર્કછે. નામદાર આગાખાન દિલ્હી આવતા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ શ્રી વેંકયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓ અહીંથી અમદાવાદ, હૈદરાબાદ અને મુંબઇનો પણ પ્રવાસ કરનાર છે. તેમ આગાખાન કાઉન્સીલ ફોર ઇન્ડીયાના રેશમા લાખાણી (મો.૯૮૨૦૭ ૫૭૯૬૪) અને આગાખાન ડેવલપમેન્ટ નેટવર્કના સેમીન અબ્દુલ્લાહની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(4:12 pm IST)