Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

નીતિશના 'ભૂત'થી ડરીને તેજપ્રતાપે બંગલો છોડ્યો

નવી દિલ્હી, તા. ૨૨ : આરજેડી પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવનો મોટો પુત્ર અને બિહારના પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજ પ્રતાપ યાદવે અચાનક પોતાનું સરકારી આવાસ ખાલી કરી દીધું.

નીતિશ કુમાર અને સુશીલ મોદીએ છોડેલા ભૂતથી તેજ ભયભીત છે.

પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદી અને સીએમ નીતિશ કુમારે મારા બંગ્લો પર ભૂત છોડી દીધાં હોવાથી મેં સરકારી બંગ્લો ખાલી કરવાનો નિર્ણય લીધો.

તેજ પ્રતાપને બહુ ધાર્મિક અને અતિ અંધવિશ્વાસુ માનવામાં આવે છે. તેજના નજીકના લોકોએ કહ્યું કે ગત વર્ષે જૂન મહિનામાં જયારે કેન્દ્રીય તપાસ એજન્સીઓ તેમના પરિવાર વિરુદ્ઘ ભ્રષ્ટાચારના આરોપમાં તપાસ ચલાવી રહી હતી તે સમયે તેજ પ્રતાપે પોતાના નિવાસ સ્થાને દુશ્મન મારન જાપલૃપણ કરાવ્યો હતો. પંડિતોની સલાહ પર તેજ પ્રતાપે પોતાના ઘરનો દક્ષિણ બાજુએ ખુલતો દરવાજો પણ બંધ કરાવી દીધો હતો.

આરજેડી પ્રવકતા શકિત સિંહ યાદવે કહ્યું કે બંગ્લો ખાલી કરવા માટે મળેલી બીજી નોટિસ બાદ તેજ પ્રતાપે ઘર ખાલી કરવાનો નિર્ણય લીધો. પાર્ટી સૂત્ર મુજબ ગત વર્ષે ઓકટોબરમાં મળેલી એક નોટિસમાં ચેતાવણી આપી હતી કે જો તેજ પ્રતાપ બંગ્લો ખાલી નહીં કરે તો તેણે ૧૫ ગણું ભાડું ચૂકવવુ પડશે. જો કે PWDની કેબિનેટ મંત્રી રામેશ્વરી હજારીએ કહ્યું કે તેજ પ્રતાપે દ્યર ખાલી કરવા અંગે વિભાગને કોઇ માહિતી આપી નથી.

(3:34 pm IST)