Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ભાજપ સાથે ગઠબંધન નહીં થતા આખરે જેડીયુ એકલા હાથે યુપીમાં ચૂંટણી લડશે

જેડીયુ 26 બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરશે

બિહારમાં ભલે નીતિશ કુમારની પાર્ટી જેડીયુ અને ભાજપ વચ્ચે સરકાર ચલાવવા માટે જોડાણ હોય પણ યુપીની ચૂંટણીમાં નીતિશ કુમારની પાર્ટીએ પોતાના ઉમેદવારો ઉતારવાનુ એલાન કર્યુ છે.

ભાજપ સાથે ગઠબંધન નહીં થતા આખરે જેડીયુ દ્વારા એકલા હાથે યુપીમાં ચૂંટણ લડવાનો નિર્ણય લેવાયો છે.જેડીયુ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, 26 બેઠકો પર પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે.

પાર્ટી પ્રવક્તા અને સાંસદ રાજીવ રંજને કહ્યુ હતુ કે, ભાજપની સાથે મળીને યુપીમાં ચૂંટણી લડાવની પાર્ટીની ઈચ્છા હતી.આ બાબતે ભાજપને જાણ કરવામાં આવી હતી.જોકે ભાજપે અમને શુક્રવાર સાંજ સુધી કોઈ જવાબ આપ્યો નહોતો.

તેમણે કહ્યુ હતુ કે, ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ યુપીમાં પોતાના સહયોગી પક્ષોમાં અપના દળ અને નિષાદ પાર્ટીને ગણાવ્યા હતા પણ જેડીયુનો ઉલ્લેખ કર્યો નહોતો.જેના પગલે હવે અમે અમારી જાતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે

(10:20 pm IST)