Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ગોવાના પૂર્વ સીએમ લક્ષ્મીકાંત પારસેકરનું BJPમાંથી રાજીનામું

પારસેકરે પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા : પાર્ટીએ મને હળવાશથી લીધો, મેં પાર્ટીથી દૂર રહેવાનો અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે : પારસેકર

નવી દિલ્હી, તા.૨૨ : રાજકારણમાં ચૂંટણી સમયે પાર્ટી છોડવાનો સિલસિલો સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં ભારે હોબાળો વચ્ચે ગોવાના પૂર્વ સીએમ લક્ષ્મીકાંત પારસેકરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને પાર્ટી પર ગંભીર આરોપો લગાવ્યા છે.
પૂર્વ સીએમએ કહ્યું, 'હું વર્ષો સુધી ભાજપનો સભ્ય હતો પરંતુ પાર્ટીએ મને હળવાશથી લીધો. મેં પાર્ટીથી દૂર રહેવાની તૈયારી કરી છે અને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. હું ૧-૨ દિવસમાં આ જાહેરાત સાથે સામે આવીશ.'
પારસેકર ૨૦૧૪ થી ૨૦૧૭ સુધી ગોવાના મુખ્યમંત્રી હતા. તત્કાલિન મુખ્યમંત્રી મનોહર પર્રિકરને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કર્યા બાદ તેઓ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા.
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસો અગાઉ તેમણે પણજીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે ભાજપ ઘણા દિવસોથી ઉત્પલને મનાવવાની કોશિશ કરી રહી હતી પરંતુ તેઓ પાર્ટીની ટિકિટ વહેંચણીથી નારાજ હતા.

 

(7:37 pm IST)