Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જમ્‍મુ કાશ્‍મીરના સોપીયામાં આતંકવાદી ઠાર મરાયોઃ સાંબામાં બોર્ડર ઉપર પાકિસ્‍તાની ધ્‍વજ મળતા સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત

(સુરેશ ડુગ્‍ગર દ્વારા) જમ્‍મુ, તા. ૨૨ :. સુરક્ષા દળોની ટીમે સોપીયામાં ૧ આતંકવાદીને ઠાર માર્યો છે. જ્‍યારે ૨ થી ૩ આતંકવાદીઓને ઝડપી લેવા અથવા તો ઠાર મારવા માટે ટીમ કાર્યરત છે. જ્‍યારે સાંબાના ઈન્‍ટરનેશનલ બોર્ડર ઉપરથી પાકિસ્‍તાની ધ્‍વજ મળતા સુરક્ષા વ્‍યવસ્‍થા મજબૂત કરી દેવામાં આવી છે.
ભારે બરફ વર્ષાની  પરવા કર્યા વગર સુરક્ષા દળોની ટીમે કાશ્‍મીરમાં આતંકવાદીઓ સામેનુ અભિયાન ચાલુ રાખ્‍યુ છે. જમ્‍મુ કાશ્‍મીર પોલીસની એસઓજી ટીમ, લશ્‍કર અને સીઆરપીએફની ટીમોએ સંયુકત રીતે ઓપરેશન પાર પાડયુ હતુ અને ગોળીબારમાં એક આતંકવાદીને ઠાર માર્યો હતો.
ઈન્‍ટરનેશનલ બોર્ડર પાસેથી મળેલ ધ્‍વજની સાથે ફુગો પણ છે જેમાં પીઆઈએ લખેલુ છે. જેથી પાકિસ્‍તાન સાથે કોઈ સંબંધ હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

 

(4:58 pm IST)