Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જો તમે ઓમિક્રોનથી સાજા થયા હો તો પણ ફરી સંક્રમિત થઇ શકો છો : માસ્‍ક તો પહેરી જ રાખો

નિષ્‍ણાતોએ સાવધાની રાખવા જણાવ્‍યું : ગાઇડલાઇન્‍સને અનુસરો

નવી દિલ્‍હી તા. ૨૨ : કોરોનાના નવા વેરીયેન્‍ટ ઓમીક્રોનના કારણે દેશમાં મહામારીની ત્રીજી લહેર ચાલુ જ છે. આજે પણ ૩.૩૭ લાખથી વધારે નવા કેસો સામે આવ્‍યા છે. આ બધાની વચ્‍ચે ટોચના આરોગ્‍ય નિષ્‍ણાંતોએ લોકોને રસી મુકાવવા અને કોરોના ગાઇડલાઇન્‍સનું સંપૂર્ણપણે પાલન કરવાની સલાહ આપી છે. તેમણે એમ પણ કહ્યું છે કે જો તમે ઓમીક્રોનથી સાજા થઇ ચૂક્‍યા હો તો તેના પછી પણ સંક્રમિત થઇ શકો છો.
ટીઓઆઇના એક રિપોર્ટ અનુસાર, મહારાષ્‍ટ્ર કોવિડ ટાસ્‍ક ફોર્સના સભ્‍ય ડોકટર શશાંક જોષીએ જણાવ્‍યું કે, પુનઃ સંક્રમણ એક એવી વસ્‍તુ છે જેને આપણે કોવિડમાં બિલકુલ પણ નજરઅંદાજના કરી શકીએ. ભલે તે ગમે તે પ્રકારનું હોય. લોકો ભલેને હાલમાં જ સંક્રમણમાંથી સાજા થયા હોય, તેઓ માસ્‍ક વગર ફરવાનું જોખમ ના ઉઠાવી શકે. આ વેરીયેન્‍ટથી પુનઃ સંક્રમણનો હજુ પણ ઇન્‍કાર નથી કરવામાં આવ્‍યો.
જો કે માઇક્રોબાયોલોજીસ્‍ટ ડો. ગગનદીપ કાંગે કહ્યું કે, અમારી પાસે સ્‍પષ્‍ટ ડેટા નથી પણ એ ચોક્કસપણ ેસંભવ છે કે, લોકો બે અથવા તેનાથી વધારે વાર કોરોના સંક્રમિત થઇ શકે છે.

 

(4:08 pm IST)