Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ગુરૂઓની વિરાસત સંભાળવા માટે ઉતરશે યોગી અને અખિલેશ

યુપીનો મહાસમરઃ ગોરખપુર અને કરહલ પર ટકેલી છે સમગ્ર દેશની નજર

લખનૌઃ ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ગોરખપુર અને કરહલ સીટ સમગ્ર દેશમાં સુર્ખિઓમાં આવી છે. ગોરખપુર સદરથી સીએમ યોગી આદિત્‍યનાથ ભાજપા સાથે ઉમેદવાર છે તો મેનપુરીની કરહલ સીટથી પૂર્વ સીએમ અખિલેશ યાદવ સપાથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. બંન્ને પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે. તેઓ અત્‍યાર સુધીમાં લોકસભા ચૂંટણીમાં ઉતર્યા છે. અને વિધાન પરિષદના સભ્‍ય બની સીએમ રહ્યા. ગોરખપુર અને કરહલ રાજનૈતિક સમીકરણને જોતા બંન્ને નેતાઓ માટે મહત્‍વનું છે. ગોરખપુર સદર સીટથી યોગીના ગુરુ મહંત અવૈદ્યનાથ વિધાયક રહ્યા છે. ત્‍યાં જ કરહલ અખિલેશના પિતા મુલાયમ સિંહ યાદવના રાજનૈતિક ગુરૂ નત્‍થુ સિંહનું કાર્મક્ષેત્ર રહ્યું છે. ગોરખપુર સદર સીટ પર લગભગ ૪.૫૦ લાખ મતદાતા છે. તેમાં સૌથી વધુ ૯૫ હજાર કાર્યસ્‍થ છે. અહીં ૫૫ હજાર બ્રાહ્મણ, ૫૦ હજાર મુસ્‍લિમ, ૨૫ હજાર ક્ષત્રિય, ૪૫ હજાર વૈશ્‍ય, ૨૫ હજાર નિષાદ, ૨૫ હજાર યાદવ, અને ૨૫ હજાર દલિત છે.
ગોરખપુર સદરથી સીએમ યોગીનું ગણિત
ગોરખપુર યોગી આદિત્‍યનાથની સંસદિય સીટ રહી છે. પ્રથમ વખત વિસ ચુંટણીમાં ઉતરશે યોગી આદિત્‍યનાથના ગુરુ વિધાયક ચૂંટાયા હતા. અહીંથી જાતીય સમીકરણ કામ આવતું નથી, જ્‍યાં ગોરખપુર મંદિર, વોટ પણ ત્‍યાંજ પડશે. ગોરખપુર સદર સીટ પર લગભગ ૪.૫૦ લાખ વોટર્સ છે.
કરહલમાં ૧.૨૫ લાખ યાદવ વોટર્સ
કરહલ વિધાનસભા ક્ષેત્રમાં કુલ ૩,૭૧,૨૬૧ મતદાતા છે. તેમાં યાદવ મતદાતાઓની સંખ્‍યા ૧.૨૫ લાખની આસપાસ છે. ત્‍યાં જ ૩૫ હજાર શાકય, ૩૦ હજાર ક્ષત્રિય, ૨૨ હજાર દલિત અને ૧૦ હજાર બ્રાહ્મણ મતદાતા છે. આ સીટ પર માત્ર એક વખત કોંગ્રેસ અને  એક વખત ભાજપને જીત મળી છે. નહીં તો સમાજવાદી પાર્ટી જ જીતતી આવી છે.

 

(4:08 pm IST)