Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

દિલ્‍હીના અનેક વિસ્‍તારોમાં વરસાદઃ ઠંડક વધીઃ આજે આખો દિવસ વરસાદનું અનુમાનઃ યલો એલર્ટ

નવી દિલ્‍હી તા. રર :.. દિલ્‍હી-એનસીઆરમાં ફરી વાતાવરણમાં પલ્‍ટો આવ્‍યો છે. શીત લહેર બાદ હવે વરસાદ પડતા ઠંડીમાં વધારો થયો છે. રાજધાની દિલ્‍હીમાં આજે સવારે વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ઠંડક પ્રસરી ગઇ છે. દિલ્‍હીના મોટાભાગના વિસ્‍તારોમાં મોડી રાતથી વરસાદ પડવાનું શરૂ થઇ ગયેલ.
દરમિયાન હવામાન ખાતાએ રાજધાની દિલ્‍હી અને આસપાસના વિસ્‍તારોમાં આજે શનિવારે આખો દિવસ કટકે-કટકે વરસાદ પડવાનું અનુમાન લગાવ્‍યું છે. હવામાન ખાતા મુજબ દિલ્‍હી-એનસીઆરના ઘણા વિસ્‍તારોમાં છાંટા-છૂંટી અને કેટલીક જગ્‍યાઓએ હળવાથી મધ્‍યમ વરસાદનું અપડેટ આપ્‍યું છે. દિલ્‍હીમાં હળવાથી મધ્‍યમ વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે.

 

(12:25 pm IST)