Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

૨૨ જાન્યુઆરી

આજના દિવસનું મહત્વ

દોસ્તો, છત્રપતિ શિવાજી મહારાજના ગુરૂ સમર્થ સ્વામી રામદાસજીની આજે પુણ્યતિથિ છે. આધ્યાત્મિક ઊંચાઈ ધરાવતા સ્વામીજીએ હિન્દુ-સનાતન ધર્મના ઉત્થાન માટે દેશભરમાં ૭૦૦ મઠ સ્થાપ્યા હતા. એ સમયની યુવા પેઢીને શસ્ત્ર તાલીમ આપીને હનુમાનજીના ભકત બનાવ્યા હતા.  સ્વામીજીએ ૧૬૮૨ની સાલમાં આજના દિને મહાપ્રયાણ કર્યું હતું.

૬૩૮ની સાલમાં આજના દિવસથી ઈસ્લામિક કેલેન્ડરનો પ્રારંભ થયો હતો.

ભારતના મુગલ સમ્રાટ શાહજહાંનું ૧૬૬૬ની સાલમાં આજના દિને અવસાન થયું હતું.

આજે ક્રાંતિવીર રોશનસિંહનો જન્મ દિવસ છે. તેમનો જન્મ ૧૮૯૨માં થયો હતો. કાંકોરી ટ્રેન લૂટમાં હિસ્સો લઈને રોશનસિંહે અંગ્રેજોના હાજા ગગડાવ્યા હતા. ફાંસી અપાઈ ત્યારે રોશનસિંહે હાથમાં ગીતાજી રાખ્યા હતા. તેમના છેલ્લા શબ્દો વંદેમાતરમ્ હતા.

આજે સ્વાતંત્ર સેનાની અને ગદ્દર પાર્ટીના સ્થાપક સભ્ય પાંડુરંગ સદાશિવની પુણ્યતિથિ છે. તેઓ કૃષિ વૈજ્ઞાનિક પણ હતા.

૧૯૯૨માં આજના દિને નેતાજી સુભાષચંદ્ર બોઝ અને અબ્દુલ કલામ આઝાદને મરણોપરાંત ભારત રત્ન સન્માન અપાયું હતું.

ગુજરાતી રંગભૂમિના નામાંકિત કલાકાર જયશંકર સુંદરીની આજે પુણ્યતિથિ છે. માત્ર બે ધોરણ સુધી અભ્યાસ કરનાર જયશંકર ભોજકે નાટકોમાં સ્ત્રીઓના પાત્રો ભજવીને અપાર લોકપ્રિયતા અને વિવિધ સન્માનો પ્રાપ્ત કર્યા હતા. જયશંકર સુંદરીની આત્મકથા ''થોડાં આંસુ, થોડા ફૂલ'' અચુક વાંચવા જેવી છે. આ કથામાં ૧૦૦ વર્ષની રંગભૂમિનો ચીતાર મળે છે. જયશંકર સુંદરીનું ૧૯૭૫ની સાલમાં આજના દિને નિધન થયું હતું.

આજે અભિનેત્રી નમ્રતા શિરોડકરનો જન્મદિન છે. તેમનો જન્મ ૧૯૭૨ની સાલમાં થયો

હતો.

(3:51 pm IST)
  • દેશમાં કોરોના થાક્યો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,246 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,40,669 થઇ :એક્ટિવ કેસ 1,82,891 થયા: વધુ 17,034 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,99,931 થયા :વધુ 151 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,53,218 થયા access_time 1:07 am IST

  • પંજાબના બે પોલ્ટ્રી ફાર્મમાં બર્ડ ફ્લૂની પુષ્ટિ : 50 હજાર મરઘીઓને મારી નાખવાનું અભિયાન આજ 22 જાન્યુઆરીથી શરૂ : પી.પી.ઈ.કીટ પહેરી જુદી જુદી ટીમો કામગીરી શરૂ કરી દેશે access_time 12:40 pm IST

  • રાજકોટ-68નાં કોંગ્રેસનાં પુર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ, રાજકોટ મહાનગરપાલિકાનાં પુર્વ વિપક્ષી નેતા વશરામ સાગઠીયા સહિતનાં આગેવાનોની આજે મોડી રાત્રે અકિલા ચોકમાં અનશન ઉપર બેસતા ત્રીજી વખત અટકાયત કરતી રાજકોટ પોલીસ... access_time 11:10 pm IST