Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ત્રણ તલાક અંગેનું બિલ લોકસભામાં રજુ

૩ વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઇ

નવી દિલ્હી તા. ૨૧ : ભારતમાં ત્રણ તલાકને રોકવાના આશયથી લોકસભામાં મુસ્લિમ મહિલાઓના વિવાહના અધિકાર સંરક્ષણ બિલને રજૂ કરવામાં આવશે. જેને ટ્રિપલ તલાક બિલ પણ કહેવામાં આવે છે. મોદી સરકાર ત્રણ તલાકને બિનજામીન પાત્ર ગુનો બનાવવા માટે આ બિલ રજુ કરશે. આ બિલમાં એક વખતમાં ત્રણ તલાક આપનાર વ્યકિતને ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે. કાયદા મંત્રી રવિ શંકર પ્રવાસ ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે.

 

ત્રણ તલાક પર સખત કાયદો મોદી સરકારની પ્રાથમિકતાઓમાં રહેલો છે. ત્રણ તલાક બિલને પાછલા અઠવાડિયે જ કેબિનેટને મંજૂરી આપી દીધી હતી. ભાજપે પોતાના તમામ સાંસદોને આ બિલ રજૂ કરતી વખતે લોકસભામાં હાજર રહેવા માટેનો આદેશ આપી દીધો છે. જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે ૨૨ ઓગસ્ટે એક વખતમાં ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત)ના કારણે નિરસ્તર કરી દીધો હતો.

 

આ પહેલા સરકારે કહ્યું હતું કે, એક વખતમાં ત્રણ તલાકની વિરુદ્ઘમાં બિલ તૈયાર કરવામાં મુસ્લિમ સંગઠનો સાથે કોઈ ચર્ચા-વિચારણા નથી કરાઈ. સરકારે કહ્યું, કે આ મુદ્દા લેંગિક ન્યાય, લેંગિક સમાનતા અને મહિલાઓની ગરિમાની માનવીય અવધારણા સાથે જોડાયેલો છે, જેમાં આસ્થા અને ધર્મનો કોઈ સંબંધ નથી. સરકારને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે શું તેમને બિલનું ડ્રાફટ તૈયાર કરવામાં મુસ્લિમ સંગઠનો સાથે ચર્ચા-વિચારણા કરી છે, જેનો રાજય મંત્રી પીપી ચૌધરીએ નામાં જવાબ આપ્યો હતો. એક અન્ય પ્રશ્નના લેખિત ઉત્ત્।રમાં કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું, 'સરકારનું માનવું છે કે આ મુદ્દો લેંગિક ન્યાય, લેંગિક સમાનતા અને મહિલાઓની ગરિમાની માનવીય અવધારણા સાથે જોડાયેલો છે અને તેમાં આસ્થા અને ધર્મનો કોઈ સંબંધ નથી.' તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે એકવારમાં ત્રણ તલાકને ગેરકાયદેસર ઠેરવ્યું હતું, પરંતુ આ પછી પણ ૬૬ કેસો સામે આવ્યા છે.

(2:32 pm IST)