Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ફિફા વર્લ્ડકપ 2022ની બીજી મેચમાં ઈરાન સામે ઈંગ્લેન્ડની ટીમનો 6-2થી શાનદાર વિજય

21 વર્ષ 77 દિવસની ઉંમરવાળો બુકાયો સાકા ઈંગ્લેન્ડ માટે વર્લ્ડકપની એક મેચમાં એક કરતા વધુ વખત ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો

મુંબઈ : ફિફા વર્લ્ડકપમાં બીજી મેચમાં ઈંગ્લેન્ડ અને ઈરાની ટીમ વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ઈંગ્લેન્ડની ટીમનો ભવ્ય વિજય થયો છે.ફિફા વર્લ્ડકપની આ બીજી મેચ કતારના ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઈરાનની ટીમે 2 ગોલ અને ઈંગ્લેન્ડની ટીમે 6 ગોલ માર્યા હતા. ફિફા વર્લ્ડકપની આ બીજી મેચમાં કુલ 8 ગોલ જોવા મળ્યા હતા. મેચના પહેલા હાફમાં ઈંગ્લેન્ડના 3 ગોલ જોવા મળ્યા હતા. જ્યારે બીજા હાફમાં ઈંગ્લેન્ડના 3 અને ઈરાનના 2 ગોલ જોવા મળ્યા હતા

21 વર્ષ 77 દિવસની ઉંમરવાળો બુકાયો સાકા ઈંગ્લેન્ડ માટે વર્લ્ડકપની એક મેચમાં એક કરતા વધુ વખત ગોલ કરનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.જુડ બેલિંગહામ (19 વર્ષ 145દિવસ) માઈકલ ઓવેન (18વર્ષ 190દિવસ) પછી વર્લ્ડ કપ ઈતિહાસમાં ઈંગ્લેન્ડનો બીજો સૌથી યુવા ગોલસ્કોરર બન્યો છે. ફિફા વર્લ્ડ રેંકિગમાં ઈંગ્લેન્ડની ટીમ 5માં સ્થાને છે. જ્યારે ઈરાનની ટીમ આ રેંકિગમાં 20માં સ્થાને છે.ઈંગ્લેન્ડની ટીમના ફિફા વર્લ્ડકપ રેર્કોડની વાત કરીએ તો આ ટીમ વર્લ્ડકપમાં 29 મેચ જીતી છે. જ્યારે ઈરાનની ટીમ ફક્ત 2 મેચ જીતી શકી છે.

જે ફિફા વર્લ્ડકપનીની રાહ છેલ્લા ઘણા સમયથી દુનિયાભરના ફૂટબોલ પ્રેમીઓ જોઈ રહ્યા હતા, તે ફિફા વર્લ્ડકપની કાલે જ ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આખી દુનિયાના કતારમાં થયેલી ફિફા વર્લ્ડકપની ઓપનિંગ સેરેમની જોઈને દંગ રહી ગઈ હતી. તેના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કતારના અલ બાયત સ્ટેડિયમમાં યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં દર્શકોનો ઉત્સાહ પણ જોવા જેવો હતો.

આ મેચમાં ઈરાનના મેહદી તારેમી એ 2 ગોલ કર્યા હતા. જેમાંથી 1 ગોલ પેનલ્ટી ગોલ હતો.ઈંગ્લેન્ડ તરફથી જુડ બેલિંગહામ, રહીમ સ્ટર્લિંગ, જેક ગ્રેલીશ અને માર્કસ રૅશફોર્ડ એ 1 ગોલ, જ્યારે બુકાયો સાકા એ 2 ગોલ કર્યા હતા. .

(1:10 am IST)