Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

હવે કોંગ્રેસ રાજીવ ગાંધી હત્યાકાંડના છ આરોપીઓની મુક્તિના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં નવી પુન:વિચાર અરજી દાખલ કરશે

ન્યાયાલયે તમિલનાડૂ સરકારની આરોપીઓની સજામાં છૂટની ભલામણના આધાર પર આ આદેશ આપ્યો હતો.

નવી દિલ્હી : કોંગ્રેસના સૂત્રો મુજબ કોંગ્રેસ હવે રાજીવ ગાંધી હત્યાકાંડના છ આરોપીઓની રિહાઇના નિર્ણયને પડકારતા ટૂંક જ સમયમાં સુપ્રીમ કોર્ટમાં નવી પુન:વિચાર અરજી દાખલ કરશે.

ઉચ્ચ અદાલતે નલિની શ્રીહરન સહિત છ આરોપીને સમયથી પહેલા રિહા કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયાલયે તમિલનાડૂ સરકારની આરોપીઓની સજામાં છૂટની ભલામણના આધાર પર આ આદેશ આપ્યો હતો.

દોષિયોની રિહાઈના 10 દિવસ પછી કોંગ્રેસે કહ્યું કે, તેઓ રાજીવ ગાંધી હત્યાકાંડના આરોપીઓની રિહાઇને પડકારતા પુનવિચાર અરજી દાખલ કરશે. કોંગ્રેસે 6 હત્યારાઓની રિહાઇને દૂર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવી છે.

રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ તરફ ગયો હતો. કેન્દ્ર તરફથી કેસમાં આરોપીઓને રિહા કરવાનો નિર્ણય પુન:વિચાર અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પૂર્વ પીએમની હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટને કેન્દ્ર સરકારને પણ સાંભળવી જોઇતી હતી.

બીજી તરફ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચાર આરોપીઓની મોતની સજા ઓછી કરવાનું સમર્થન કર્યું હતું. પૂર્વ પીએમની પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ એક આરોપી સાથે મુલાકાત કરી હતી અને તેને માફ કરી દીધો હતો. જોકે, પાર્ટી નેતૃત્વ દ્વારા ગાંધી પરિવાર સાથે અસહ્મતિ વ્યક્ત કરી છે અને કડક પ્રતિક્રિયા આપી છે.

(12:18 am IST)