Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ચીનમાં કોરોનાએ ફૂફાડો માર્યો :બીજિંગમાં સપ્તાહમાં ત્રણ લોકોના મોત: બાયયુનમાં 5 દિવસનું લોકડાઉન

ઝેંગઝોઉથી દક્ષિણ પશ્ચિમમાં ચોંગકિંગ સુધી મોટી સંખ્યામાં કોરોના કેસ સામે ચીની સરકાર દ્વારા આકરા પ્રતિબંધો; બીજિંગ શહેરમાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો

નવી દિલ્હી :ચીનમાં વધતા કોરોનાના કેસમને કારણે સરકારે ફરીવાર ઝીરો કોવિડ ટોલેરન્સ પોલિસી હેઠળ સખ્ય નિયમો લાગુ કરી દીધા છે. રાજધાની બીજિંગમાં કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. એટલું જ નહિ શાળાઓને પણ હંગામી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. બીજિંગમાં કોરોનાના કારણે સપ્તાહમાં ત્રણ લોકોના મોત પણ નીપજ્યાં છે. કોરોનાના કારણે થયેલી આ ત્રણ મોત પૈકી એક દર્દીનું મોત શનિવારે થયું હતું.  આ સિવાય ચીનના ગુઆંગઝોઉના બાયયુનમાં પાંચ દિવસનું લોકડાઉન લગાડવામાં આવ્યું છે

  હેનાન પ્રાંતના મધ્યમાં આવેલા ઝેંગઝોઉથી દક્ષિણ પશ્ચિમમાં ચોંગકિંગ સુધી મોટી સંખ્યામાં કોરોના કેસ સામે ચીની સરકાર દ્વારા આકરા પ્રતિબંધો લાદવામાં આવી રહ્યાં છે. બીજિંગ શહેરમાં બહારથી આવતા લોકોના પ્રવેશ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.  બીજિંગમાં પ્રવેશ માટે લોકોએ ત્રણ દિવસ પહેલા કરાયેલા કોરોના ટેસ્ટનું પરિણામ બતાવવું પડશે .

(10:27 pm IST)