Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

તુષાર ગાંધીને ભાજપે આપ્યો જવાબ :સાવરકરને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા: ગાંધીજીની દ્રષ્ટ્રીએ સાવરકર બહાદુર હતા

મહાત્મા ગાંધીએ પત્ર લખ્યો હતો જેમાં બાપુએ લખ્યુ હતુ કે વીર સાવરકર તેમની દ્રષ્ટ્રીએ બહાદુર, ચતુર અને દેશભક્ત છે

નવી દિલ્હી :  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વીર સાવરકર અંગે કરેલી ટિપ્પણીને કારણે ભારે વિવાદ સર્જાયો છે.  રાહુલ બાદ હવે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ સાવરકર અંગે કરેલી ટ્વિટથી વિવાદ થયો છે. તુષાર ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે સાવરકરે ફક્ત બ્રિટિશરોને જ મદદ નહોતી કરી. બાપુની હત્યા કરવા ગન શોધવા માટે ગોડસેને પણ મદદ કરી હતી

વીર સાવરકર મુદ્દે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીને ભાજપે જવાબ આપ્યો..ભાજપ નેતા સુંધાશુ ત્રિવેદીએ જણાવ્યું કે વીર સાવરકરને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા હતા. તેમણે જણાવ્યું કે 26 મે 1920નાં રોજ મહાત્મા ગાંધીએ પત્ર લખ્યો હતો જેમાં બાપુએ લખ્યુ હતુ કે વીર સાવરકર તેમની દ્રષ્ટ્રીએ બહાદુર, ચતુર અને દેશભક્ત છે

(10:07 pm IST)