Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

આઇસીસીએ ટી-20 વર્લ્ડકપ માટે ફૉર્મેટમાં મોટો ફેરફાર :કર્યો : હવે વિશ્વકપમાં 20 ટીમો ભાગ લેશે

20 ટીમની ટૂર્નામેન્ટ કુલ નૉકઆઉટ સહિત કુલ ત્રણ સ્ટેજમાં રમાશે:તમામ ટી-20 ટીમને 5-5ના કુલ 4 ગ્રુપમાં વહેચાશે :દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે:ફરી તમામ આઠ ટીમને 4-4ના ગ્રુપ-2માં વહેચવામાં આવશે

મુંબઈ :  ટી-20 વર્લ્ડકપ 2022 પૂર્ણ થયા બાદ ICC આગામી ટી-20 વર્લ્ડકપની તૈયારીમાં લાગી ગયુ છે. આઇસીસીએ વર્ષ 2024માં રમાનાર ટી-20 વર્લ્ડકપ માટે ફૉર્મેટમાં બદલાવ કર્યો છે. 2024નો ટી-20 વર્લ્ડકપ વેસ્ટ ઇન્ડીઝ અને સંયુક્ત રાજ્ય અમેરિકા (USA)ની યજમાનીમાં રમાશે અને તેમાં 20 ટીમ ભાગ લેવાની છે.

 

20 ટીમની ટૂર્નામેન્ટ કુલ નૉકઆઉટ સહિત કુલ ત્રણ સ્ટેજમાં રમાશે. તમામ ટી-20 ટીમને 5-5ના કુલ 4 ગ્રુપમાં વહેચવામાં આવશે. દરેક ગ્રુપની ટોપ 2 ટીમ સુપર-8માં પ્રવેશ કરશે. તે બાદ ફરી તમામ આઠ ટીમને 4-4ના ગ્રુપ-2માં વહેચવામાં આવશે. સુપર-8 સ્ટેજમાં બન્ને ગ્રુપને 2-2 ટોપ ટીમ સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરશે. બે સેમિ ફાઇનલ મુકાબલા દ્વારા બે ટીમ ફાઇનલમાં જગ્યા બનાવશે.

આગામી ટી-20 વર્લ્ડકપ અત્યારના ટી-20 વર્લ્ડકપની તુલનામાં અલગ હશે અને તેમાં ક્વોલિફાઇંગ રાઉન્ડ નહી રમાય અને ના તો સુપર-12 સ્ટેજ હશે. તાજેતરમાં ટી-20 વર્લ્ડકપમાં કુલ 16 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 8 ટીમને સીધા સુપર-12 સ્ટેજ માટે એન્ટ્રી મળી હતી. 4 ટીમોએ ક્વોલિફાઇંગ રાઉન્ડ દ્વારા સુપર-12માં જગ્યા બનાવી હતી.

 

વેસ્ટ ઇન્ડીઝ અને સંયુક્ત અરબ અમેરિકાએ યજમાન હોવાને કારણે આગામી ટી-20 વર્લ્ડકપ માટે સીધુ ક્વોલિફાઇ કરી લીધુ છે. બીજી તરફ ટી-20 વર્લ્ડકપમાંથી સુપર-12 સ્ટેજની ટોપ 8 ટીમને આગામી સીઝન માટે ડાયરેક્ટ એન્ટ્રી મળી છે. આ ટીમોમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડ સામેલ છે. આ સાથે જ આઇસીસી રેન્કિંગના આધાર પર અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશને પણ ટી-20 વર્લ્ડકપ માટે સીધો પ્રવેશ મળ્યો છે.

 

20માંથી 12 ટીમનો નિર્ણય થઇ ગયો છે અને આઠ સ્લૉટ બાકી છે. ટી-20 વર્લ્ડકપ 2024 માટે બાકીની 8 ટીમનો નિર્ણય રીઝનલ ક્વોલિફિકેશનના આધાર પર હશે. આ ક્વોલિફિકેશનમાં આફ્રિકા, એશિયા અને યૂરોપ પાસે 2-2 ક્વોલિફિકેશન સ્પૉટ છે, જ્યારે અમેરિકા અને પૂર્વી એશિયા પ્રશાંત પાસે 1-1 સ્લૉટ બાકી છે. ઝિમ્બાબ્વે, નામીબિયા, સ્કૉટલેન્ડ, આયરલેન્ડ જેવી ટીમ પાસે રીઝનલ ક્વોલિફિકેશન દ્વારા જગ્યા બનાવવાની સુવર્ણ તક હશે.

 

ટી-20 વર્લ્ડકપ 2024માં સીધી ક્વોલિફાઇ કરનાર ટીમમાં વેસ્ટ ઇન્ડીઝ, અમેરિકા, ભારત, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, શ્રીલંકા, નેધરલેન્ડ, બાંગ્લાદેશ

 

(8:22 pm IST)