Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

આજે બે ભારત બન્યા છે: એક ગરીબોનું અને એક અરબપતીઓનું: રાહુલ ગાંધી

ગુજરાતના જંગમાં પ્રથમ વખત રાહુલ ગાંધીની એન્ટ્રી: રાજકોટના શાસ્ત્રી મેદાનમાં હજારોની મેદની વચ્ચે જંગી જાહેર સભા ભાજપ પર તીખા પ્રહારો: મોરબી દુર્ધટના મુદ્દે 2 મિનિટનું મૌન પાળ્યુ: યાત્રામાં દેશવાસીઓનું દુઃખ સામે આવ્યુ: નોટબંધીથી એમ.એસ.એમ.ઈ ઉદ્યોગો બંધ થયા: ખેડૂતોનું દેણું માફ નથી થતું : આજે એન્જિનિયરો- ડોક્ટરો પિઝા ડિલિવરી કરે છે: રાહુલ ગાંધીની સભામાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

(તસ્વીર- સંદિપ બગથરીયા)

રાજકોટ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ગયું ત્યારેથી કોંગ્રેસના એકશનની રાહ જોવા રહી હતી.જો કે કોંગ્રેસ સાયલન્ટ મોડમાં કામ કરતી હોય તે પ્રકારની ચર્ચાઓ થતી હતી. કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતાઓ ચૂંટણીના જંગમાં ખાસ દેખાતા નહોતા. ત્યારે હવે ચૂંટણીને 10 દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પુર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે ગુજરાતના જંગમાં પ્રથમ વાર દેખાયા છે ત્યારે આજે સાંજે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે રાહુલ ગાંધી સભા સમજવા પહોંચ્યા હતા રાહુલ ગાંધી સભા સ્થળે લોકોને અભિનંદન કર્યું હતું. સભામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા  હતા અને મોરબીમાં બનેલી ઝૂલતા પુલની દુર્ઘટના અંગે મોન પાળીને  શ્રદ્ધાંજલિ પાઠવી હતી.બાદમાં તાજેતરમાંજ આપમાં ફરી કોંગ્રેસમાં જોડાયેલા અને રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જાહેરમાં રાહુલ ગાંધીની માફી માગી હતી. રાહુલ ગાંધી સભામાં જણાવ્યું હતું કે અહીં મોરબીમાં દુર્ઘટના બની એ સમયે પત્રકારો મને પૂછ્યું હતું કે તમે શું વિચારો છો? તમે કહ્યું 150 લોકોના મૃત્યુ થયા તેમાં રાજનીતિ નહીં કરો. મોરબી દુર્ઘટનામાં ચોકીદારને પકડી અંદર કરી દીધા પણ જવાબદારો સામે કાંઈ નહીં પણ આજે સવાલ જરૂર થાય છે. ભાજપ સાથે સારો સંબંધ છે એટલે કંઈ નહીં થાય.
રાહુલ ગાંધી એ સભા સંબોધતા જણાવ્યું હતું કે, દેશના ત્રણ - ચાર અબજોપતિ બિઝનેસમેન લાખો રૂપિયાની લોન લે છે અને માફ થઈ જાય છે મ. ખેડૂતો 50 હજાર કે એક લાખ રૂપિયાની લોન લે છે તો  કેમ માફ થતી નથી. ખેડૂતો ધિરાણ ન ભરે તો ડિફોલ્ટ જહેર કરાય છે. પ્રધાનમંત્રી વીમા યોજનામાં પૈસા નાખે છે પાક નિષ્ફળ જાય છે છતાં એક રૂપિયો મળતો નથી.
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે આજે બે ભારત બની રહ્યા છે એક ગરીબોનું અને એક અમીરોનું અમારા એક ભારત બનાવવાનું છે ભારત જોડે યાત્રા કરી રહ્યા છે અમારે બે ભારત નથી જોઈતા ગુજરાતના મહાત્મા ગાંધી અને સરદાર પટેલે રસ્તો દેખાડ્યો છે.
લોકોના પગમાં છાલા પડી ગયા અને 2 લોકો સ્વર્ગધામ ગયા છતાં આ યાત્રા ચાલુ છે. હું આજે ગુજરાત આવ્યો અને રસ્તો ગુજરાતના ગાંધીજીએ દિશા આપી હતી.ભારત જોડોનું કામ ગુજરાતના ગાંધીજીએ આપ્યું હતું.આ છે ગુજરાતના સંસ્કાર છે.યાત્રામાં આનંદ છે.પરંતુ દુઃખ પણ છે. દુઃખ શા માટે ? ભારત જોડાઈ છે હિંસા નથી તો શેનું દુઃખ. યાત્રામાં સૌ સહકારથી ચાલે છે. ખેડૂતો સાથે, આદિવાસી અને યુવાનોને મળીને દુઃખ થાય છે.ખેડૂતોને વીમો, પોષણ ક્ષમ ભાવ,દેવું માફ નથી થતું. યુવાનો બેરોજગાર છે.ભણેલો યુવાન આજે મજૂરી કરે છે. યુવાનોને રોજગારી મળતી નથી સરકારમાં લાખો જગ્યા ખાલી છે પણ ભરતી કરવામાં આવતી નથી મોંઘવારી બેરોજગારી વધુ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો સહન કરે છે.
કાશમીરથી કન્યાકુમારીની યાત્રા પર નીકળ્યા છે. બે હજાર કિલોમીટર ચાલી લીધુ છે. હવે 1500 કિમી ચાલવાનું બાકી છે. જેમાં લાખો બેરોજગાર, માતા, બહેનો,દલિતો, અલ્પસંખ્યો સહિતના ખેડૂતો સહિતના લોકો ચાલી રહ્યાં છે.સવારે 6 વાગ્યાથી શરુ કરવામાં આવેલી યાત્રા રાત્રે સાંજે 7 વાગ્યે સુધી યાત્રા ચાલુ રહે છે.તમારો ધર્મ શુ છે. તમારી જાતિ શુ છે. કે ભાષા અમે શુ પૂછ્યું નથી આખો સમુદાય મારી સાથે છે.કોઈ પડી જાય અને વાગ્યું હોઈ તો તરત અમે ભેગા થઈને લઈ જઈએ છે. આ લાગણી અને કરુણાની યાત્રા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી આજે પ્રચારમાં જોડાયા છે ત્યારે આ સભામાં રાજકોટની ચાર બેઠકના ઉમેદવારો માટે તેઓ મત માગી રહ્યાં છે. રાહુલ ગાંધીને સાંભળવા માટે મોટી સંખ્યામાં જંગી મેદની ઉમટી પડી છે.તેઓ કોંગ્રેસના ખેચ,ટોપી તથા ઝંડાઓ સાથે જોવા મળી રહ્યાં છે

(7:32 pm IST)