Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કુકર બોમ્બ વિસ્ફોટની તપાસ એનઆઈએને સોંપાશે

મેંગલુરુમાં ઓટો રિક્ષામાં બ્લાસ કેસ : આરોપીઓ સામે ત્રણ કેસ નોંધાયેલા છે, જેમાંથી બે મેંગલુરુમાં અને એક શિવમોગ્ગા જિલ્લામાં છે

નવી દિલ્હી, તા.૨૧ : કર્ણાટકના મેંગલુરુમાં વિસ્ફોટમાં શંકાસ્પદ આતંકવાદી મોહમ્મદ શારિક અને ઓટો રિક્ષા ચાલક ઘાયલ થયા હતા. કર્ણાટકના મેંગલુરુમાં ઓટો રિક્ષા બ્લાસ્ટની તપાસ એનઆઈએને સોંપવામાં આવશે. આ કેસના આરોપી મોહમ્મદ શારિકને મેંગલુરુની ફાધર મુલર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. એડીજીપી (કાયદો અને વ્યવસ્થા) આલોક કુમારે કહ્યું કે આરોપીઓ સામે ત્રણ કેસ નોંધાયેલા છે. જેમાંથી બે મેંગલુરુમાં અને એક શિવમોગ્ગા જિલ્લામાં છે. બે કેસમાં તેની યુએપીએ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્રીજા કેસમાં તે વોન્ટેડ હતો.

મેંગલુરુ ઓટોરિક્ષા બ્લાસ્ટ કેસના આરોપી શારિકને મેંગલુરુની ફાધર મુલર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

મેંગલુરુમાં શનિવારે એક રિક્ષામાં ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો. સૂત્રોએ જણાવ્યું કે હવે આ મામલો તપાસ માટે એનઆઈએને સોંપવામાં આવી શકે છે.

(7:24 pm IST)