Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

સુવર્ણ જયંતી એક્સપ્રેસમાં નમાઝ પઢવાના મુદ્દે પૂર્વ સૈનિકને માર માર્યો

મધ્યપ્રદેશના બૈતુલની ચોંકાવનારી ઘટના : ઈજાગ્રસ્ત પૂર્વ સેનિક અને પેન્ટ્રીકાર સ્ટાફને બૈતૂલ સ્ટેશન પર ઊતારી દેવાયા, પૂર્વ સૈનિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ

ભોપાલ, તા.૨૧ : મધ્ય પ્રદેશના બૈતૂલમાં સુવર્ણ જયંતી એક્સપ્રેસમાં મારામારીની ઘટના સામે આવી છે. જ્યાં પેન્ટ્રી કાર મેનેજર અને તેમના અન્ય સાથીઓએ પૂર્વ સૈનિકને નિર્દયતાથી માર માર્યો. ઘટનાની માહિતી મળતા જ જીઆરપી પોલીસ એલર્ટ થઈ.

ટ્રેન બૈતૂલ રેલવે સ્ટેશન પર પહોંચી તો ત્યાં ઈજાગ્રસ્ત પૂર્વ સૈનિક અને પેન્ટ્રીકાર સ્ટાફને ઉતારી દેવાયા. ઈજાગ્રસ્ત પૂર્વ સૈનિકને જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જીઆરપી પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.

જોકે પૂર્વ સૈનિક વિલાસ નાઈક પોતાની પત્ની અને બાળકોની સાથે હજરત નિઝામુદ્દીનથી વિશાખાપટ્ટનમ જઈ રહ્યા હતા.

આ કોચમાં મરકસથી અમુક મુસ્લિમ વિજયવાડા જઈ રહ્યા હતા. જેમણે ટ્રેનમાં ઘણીવાર નમાઝ પઢી. આ દરમિયાન વિલાસ નાઈકે આ વાત પર વિરોધ વ્યક્ત કર્યો કે રસ્તામાં બેસીને નમાઝ કેમ પઢી રહ્યા છો. જે બાદ વિલાસ નાઈકે પણ કોચના રસ્તામાં બેસીને પ્રાર્થના કરવાનુ શરૂ કરી દીધુ.

આ દરમિયાન પેન્ટ્રી કાર સ્ટાફ ત્યાંથી નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યા પરંતુ વિલાસે તેમને નીકળવા દીધા નહીં અને તેમણે કહ્યુ કે જ્યારે તે લોકો નમાઝ પઢી રહ્યા હતા તો તેમને કોઈએ રોક્યા નહીં હવે જ્યારે હુ પ્રાર્થના કરવા બેસ્યો છુ તો કેમ હટાવવામાં આવી રહ્યા છે.

ચાલતી ટ્રેનમાં લગભગ અડધા કલાક સુધી હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો અને મારામારી સુધી વાત પહોંચી ગઈ. પેન્ટ્રી કાર મેનેજર અને તેમના સાથીઓએ પૂર્વ સૈનિક વિલાસ નાયકને માર માર્યો.

 

 

(7:23 pm IST)