Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

રાજ કુંદ્રાની સામે ૪૫૦ પાનાની ચાર્જશીટ દાખલ

અશ્લિલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રા ફરી ચર્ચામાં : પાંચ ફાઈવ સ્ટાર હોટેલોમાં અશ્લીલ વીડિયો શૂટ કરવાનો બિઝનેસમેન રાજ કુંદ્રાની સામે આરોપ

મુંબઈ, તા.૨૧ : અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં ધરપકડ થઈ ત્યારથી શિલ્પા શેટ્ટીનો બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાચર્ચામાં છે. જુલાઈ ૨૦૨૧ના રોજ મુંબઈ ક્રાઈમ બ્રાંચ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતીઅને બે મહિના બાદ જામીન પર છુટકારો થયો હતો. આ દરમિયાન તેના લેપટોપમાંથી ઢગલો અશ્લીલ ક્લિપ મળી આવી હોવાનું કહેવામાં આવતું હતું. તે સમયે શર્લિન ચોપરા અને પૂનમ પાંડેએ રાજ કુંદ્રાએ તેમની સાથે બળજબરી કરીને ક્લિપ ઉતારી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. રાજ કુંદ્રા ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. અન્ય તેમજ તેની સામે અશ્લીલ કન્ટેન્ટ બનાવવા અને ઓટીટી પ્લેટફોર્મ પર દેખાડવાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, જેમાં શર્લિન અને પૂનમનું નામ પણ સામેલ છે.

રાજ કુંદ્રા સામે મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ૪૫૦ પાનાની ચાર્જશીટમાં શર્લિન ચોપરા, પૂનમ પાંડે, પ્રોડ્યૂસર મીનત ઝુનઝુનવાલા અને કેમેરામેન રાજુ દુબેનો સમાવેશ થાય છે. ગત અઠવાડિયે દાખલ થયેલી ચાર્જશીટ અનુસાર, તેમના પર પાંચ ફાઈવ સ્ટાર હોટેલોમાં અશ્લીલ વીડિયો શૂટ કરવાનો આરોપ છે. ચાર્જશીટમાં પ્રાઈમ ઓટીટીના સુવાજીત ચૌધરી અને કુંદ્રાના કર્મચારી ઉમેશ કામથનું નામ પણ લંડન સ્થિત કંપની હોટશોટના મેનેજરના રૂપમાં છે. જેની માલિકી કુંદ્રાના બનેલી પ્રદીપ બક્શીની કંપની કેનિન પાસે છે, જે યૂકેમાં રજિસ્ટર્ડ છે.

આ પહેલા ૨૦૨૧માં મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાંચે પોતાની અલગ ચાર્જશીટ દાખલ કરી હતી. ત્યારબાદ સપ્ટેમ્બરમાં સનસનીખેજ અશ્લીલ રેકેટના મામલે એક સપ્લીમેંટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી, જે ફેબ્રુઆરીમાં (૨૦૨૧) મડ આઈલેન્ડના એક બંગલોમાં રેડ બાદ સામે આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે 'રાજ કુંદ્રાની કંપનીએ ગુનામાં મદદ કરી અને તેને પ્રોત્સાહન આપ્યું કારણ કે, તેનાથી દરેક વ્યક્તિ પૈસા કમાતી હતી. જો કે, કંપની જાણતી હતી કે આવી વસ્તુઓ ગેરકાયદેસર છે, તેમ છતાં તે અન્ય ગુમ થયેલી મોડલની શોધમાં હતી, જે અશ્લીલ વીડિયો અથવા વેબ શોમાં કામ કરતી હતી'. પૂનમ પાંડે પર પણ પોતાની મોબાઈલ એપ 'ધ પૂનમ પાંડે' બનાવવા, પોતાના વીડિયો શૂટ કરવા, તેને અપલોડ કરીને રાજ કુંદ્રાની મદદથી વેચવાનો આરોપ છે. ઝુનઝુનવાલા પર શર્લિન ચોપરા માટે કહાણીઓનું ડિરેક્શનમાં મદદ કરવાનો આરોપ છે, જ્યારે દુબે પર વીડિયો શૂટ કરવાનો આરોપ છે. કુંદ્રાની મુંબઈ પોલીસે ૧૯ જુલાઈએ ધરપકડ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટથી જામીન મળ્યા તે પહેલા બે મહિના જેલમાં વીતાવ્યા હતા.

કુંદ્રા હોટશોટ એપનો એડમિન છે. પૂછપરછ દરમિયાન પોલીસે કુંદ્રાનું લેપટોપ જપ્ત કર્યું હતું, તેમાંથી ૬૮ અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. પોલીસે કુંદ્રાના લેપટોપમાંથી સેક્સુઅલ કન્ટેન્ટવાળી સ્ક્રિપ્ટ પણ જપ્ત કરી હતી.

 

(7:20 pm IST)