Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કાર્તિક અને કિયારાએ ગોંડલમાં કર્યુ ફિલ્મનું શૂટિંગઃ અભિનેત્રી દેખાઈ એકદમ ગુજરાતણ લૂકમાં

આ ફિલ્મ એક ગુજરાતી પરિવાર પર આધારિત છેઃ જેમાં સિદ્ધાર્થ રાંદેરિયા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે

મુંબઇ, તા.૨૧ઃ ગુજરાતનું ગોંડલ હવે શૂટિંગ માટે મહત્વનું સ્થળ બન્યું છે. સલમાન ખાન સ્ટારર ‘પ્રમ રતન ધન પાયો’ અને ‘રો’ જેવી ઘણી ફિલ્મોના શૂટિંગ રજવાડાંના મહેલ અને ગોંડલની ગલીઓમાં થયા છે. ત્યારે ફરી વધુ ઍક બૉલિવૂડ ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’માં ગોંડલની ગલીઓ જોવા મળશે. ગુજરાતી પરિવાર પર આધારિત ફિલ્મના શૂટિંગ માટે ફિલ્મની સ્ટારકાસ્ટ ગોંડલ પહોંચી હતી. અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી કિયારા અડવાણીફિલ્મના શૂટિંગ માટે ઍક અઠવાડિયાંથી ગોંડલમાં હતાં. જો કે આ સિવાયના કેટલાક કલાકારો પણ ગોંડલમાં હતાં.  
ગત રોજ ઍટલે કે રવિવારે કાર્તિક આર્યનને રાજકોટ ઍરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. કાર્તિક આર્યનની ઍક ઝલક મેળવવા માટે ઍરપોર્ટ પર ચાહકોની ભીડ ઉમટી પડી હતી. ગોંડલમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. શૂટિંગ દરમિયાનની ઍક તસવીર સામે આવી છે. જેમાં કાર્તિક આર્યન પીળા રંગના કુર્તામાં જોવા મળી રહ્ના છે, જ્યારે અભિનેત્રી કિયાર અડવાણી પણ પીળા રંગની ગુજરાતી સાડીમાં ઍકદમ ગુજરાતણ લૂકમાં દેખાઈ રહી છે.
સાજિદ નડિયાદવાલાના પ્રોડક્શન હેઠળ બની રહેલી ફિલ્મ ‘સત્ય પ્રેમ કી કથા’નું શૂટિંગ ગુજરાતના અન્ય શહેરોમાં પણ કરવામાં આવ્યું છે. ગોંડલ સિવાય અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ફિલ્મના સીન શૂટ કરવામાં છે. ત્યારે બાદ હવે રાજકોટના ગોંડલમાં મહેલ અને અન્ય વિસ્તારોમાં ફિલ્માંકન થયું છે. ઍક ગુજરાતી પરિવાર પર આધારિત આ ફિલ્મનું શૂટિંગ ગોંડલના મહેલમાં આશરે ઍક સાહ કરતાં પણ વધું દિવસ સુધી ચાલ્યું હતું. કાર્તિક આર્યન અને કીયારા અડવાણી ફિલ્મમાં લીડ રોલમાં છે. જયારે ગુજરાતી કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્નાં છે.
સિદ્ધાર્થ રાંદેરિયા અભિનેત્રી કિયારાના પિતાના રોલમાં જમાવાટ પાડશે, જે અમદાવાદના ફરસાણના ઍક મોટા વેપારી હોય છે. તેમજ આ ફિલ્મમાં સુપ્રિયા પાઠક, રાજપાલ યાદવ, ગજરાજ રાવ અને અનુરાધ પટેલ સહિતના કલાકારો પણ સામેલ છે. આ ઉપરાંત ગોંડલનો ઍક યુવા કલાકાર પણ ફિલ્મમાં અભિનય કરતો જોવા મળશે. ગુજરાતી અભિનય ક્ષેત્રમાં કામ કરતો કલાકાર શ્રિનિલ જાની પણ આ ફિલ્મનો હિસ્સો છે.
ફિલ્મના ડાયરેક્ટર નેશનલ ઍવોર્ડ વિજેતા સમીર વિધ્વંશ છે. ફિલ્મ આવતા વર્ષે ઍટલે કે વર્ષ ૨૦૨૩માં રિલીઝ થશે.(૨૩.૧૦)

(4:26 pm IST)