Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

કેનેરા રોબેકો મ્‍યુચ્‍યુઅલ ફંડ દ્વારા કેનેરા રોબેકો મિડ કેપ ફંડ એનએફઓ રજૂ કરાયો

મુંબઇ, તા.૨૧: ભારતમાં અગ્રણી એસેટ મેનેજમેન્‍ટ કંપનીમાંથી એક કેનેરા રોબેકો મ્‍યુચ્‍યુઅલ ફંડે આજે કેનેરા રોબેકો મિડ કેપ ફંડ રજૂ કર્યાની ઘોષણા કરી હતી. પાંચ વર્ષ અથવા વધુ લાંબા સમયગાળામાં મૂડીવળદ્ધિ ઊપજાવવાનો હેતુ સાથેની મિડ કેપ કંપનીઓનાં ઈક્‍વિટી અને ઈક્‍વિટી સંબંધી સાધનોમાં મુખ્‍યત્‍વે આ ઓપન- એન્‍ડેડ ઈક્‍વિટી યોજના રોકાણ કરશે.

આ અવસરે બોલતાં એમડી અનેસીઈઓ શ્રી રજનીશ નરુલાએ જણાવ્‍યું હતું કે ૅકેનેરા રોબેકો મિડ કેપ ફંડ એકસામટી રકમમાં અને રોકાણના એસઆઈપી માધ્‍યમ થકી લાંબે ગાળે સંપત્તિ નિર્માણ કરવાની આકર્ષક તક આપશે. બજારની અસ્‍થિરતા પર સવારી કરવાની ધીરજ ધરાવતા, પાંચ વર્ષથી વધુ સમયગાળા સુધી રોકાણો જાળવી રાખવા માગનારા મ્‍યુચ્‍યુઅલ ફંડના રોકાણકારોને આ જોખમ સમાયોજિત વળતરોમાંથી લાભ થઈ શકે છે.

ઈક્‍વિટીઝના હેડ અને ફંડ મેનેજર શ્રી શ્રીદત્તા ભાંડવલદારે જણાવ્‍યું હતું કેઃ મિડ કેપ સેગમેન્‍ટમાં છેલ્લાં થોડાં વર્ષોમાં કમાણીમાં વળદ્ધિ કરતી આગેવાનોની સંખ્‍યા વધી રહી છે. ઘરઆંગણાનાં પરિબળોને આધારે આ વેપારોનું ૭૫ ટકા પર વર્ચસ છે, જે ઊભરતી થીમો અને ક્ષેત્રોમાં ઓછું સંશોધન કરાયેલી કંપનીઓમાંથી ઉત્તમ જોખમ સમાયોજિત વળતરો આપે છે, જેને લઈ મિડ કેપ સેગમેન્‍ટમાં તે આકર્ષક રોકાણ વિકલ્‍પ બને છે.ૅ  કેનેરા રોબેકો મિડ કેપ ફંડ એનએફઓ સમયગાળા દરમિયાન લઘુતમ રૂ. ૫૦૦૦નું એકસામટું રોકાણ મંજૂર કરશે. તે એનએફઓ સમયગાળા પછી એસઆઈફી, એસટીપી અને એસડબ્‍લ્‍યુપી થકી રોકાણો લેશે. ફંડ એસએન્‍ડપી બીએસઈ ૧૫૦ મિડ કેપ ઈન્‍ડેક્‍સ ટીઆરઆઈ સામે બેન્‍ચમાર્કડ છે.

(4:09 pm IST)